ન્યુ દિલ્હી,તા.૨૮
આર.અશ્વિન માટે આ આઇપીએલમાં જે રીતને શરુઆત થઈ છે તેવી આશા કોઈએ કરી નહીં હોય. રાજસ્થાનના બેટ્સમેન જાશ બટલરને માંકડ રન આઉટ કર્યા પછી તે સતત ચર્ચાનો વિષય બનેલ છે. જ્યાં કેટલાક લોકો અશ્વિનનું સમર્થન કરી રહ્યા છે તો ઘણા દિગ્ગજા તેની ટિકા પણ કરી રહ્યા છે. આ લિસ્ટમાં હવે ગૌતમ ગંભીરનું નામ પણ જાડાયું છે.
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ખેલાડી જ્યારે દબાણમાં હોય છે ત્યારે તે આમ કરે છે. તેણે પોતાની ઇન્ડિયા-એ ના દિવસોની ઘટનાનું ઉદાહરણ દેતા અશ્વિનના માંકડિંગ કરવા પાછળ દબાણને કારણ ગણાવ્યું હતું.
ગંભીરે લખ્યું છે કે જ્યારે હું ઇન્ડિયા-એ તરફથી રમતો હતો ત્યારે એક દિવસ હોટલ રુમમાં પહોંચ્યો હતો. ત્યાં મેં જાયું કે રુમમાં રાખેલા નાના ફ્રીજમાં બે વાદળી અને બે કાળા કલરના પેન્ટ અને ત્રણ જાડી મોજા રાખ્યા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં જ્યારે મારા રુમમેટને આ વિશે પુછ્યું , જે પહેલા ભારત તરફથી ઘણી મેચો રમી ચૂક્યો હતો. તેણે કહ્યું હતું કે ઘણું દબાણ છે યાર તુ નહીં સમજે. તેના ઉપર તે સમયે પ્રદર્શન કરવાનું ઘણું દબાણ હતું. તેથી કબાટમાં જવાના બદલે અંડરવિયર અને મોજા રેફ્રીજરેટરમાં રાખવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





