કોસમોસ બેન્ક પરના સાયબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ

0
4

યુએન,તા.૨૭
સાત મહિના પહેલા પૂણેની કોસમોસ કો ઓપરેટિવ બેન્ક પર સાયબર એટેક થયો હતો. હેકર્સે બેંકની સિસ્ટમમાં ઘુસીને ૧૪ કરોડ રુપિયા હોંગકોંગની એક બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા હતા.આ સીવાય ૮૦ કરોડ રુપિયા ૨૮ દેશોમાં એટીએમનો ઉપયોગ કરીને કાઢી લેવામાં આવ્યા હતા.
આ મામલામાં સંયુક્ત રાષ્ટÙની સુરક્ષા પરિષદ દ્વારા બનાવાયેલી એક્સપર્ટની એક પેનલે ઘટસ્ફોટ કર્યો છે કે, આ સાઈબર એટેક પાછળ નોર્થ કોરિયાના હેકર્સનો હાથ હતો.ઉત્તર કોરીયા પ્રતિબંધોથી બચવા માટે સાઈબર એટેક કરી રહ્યું છે.
આ મામલામાં પૂણે પોલીસે અત્યાર સુધીમાં ૧૨ લોકોની ધરપકડ કરી છે.પોલીસનુ માનવુ છે કે, આ લોકોએ વિદેશમાં બેઠેલા અપરાધિઓના ઈશારા પર એટેકેમાં પોતાની ભૂમિકા ભજવી હોવાનુ પણ લાગી રÌš છે.
પોલીસનુ કહેવુ છેકે ,સંયુક્ત રાષ્ટÙ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તે અંગે જાણકારી તો મળી છે પણ રિપોર્ટ હજી પોલીસે વાંચ્યો નથી.પોલીસને આ મામલામાં અન્ય દેશોમાંથી કેટલીક જાણકારી મળી છે.જાકે અમે એટેક માટે વપરાયેલા મુખ્ય સર્વની જાણકારી મેળવવાની કોશિશ પરણ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY