ન્યુ દિલ્હી,તા.૨૩
અભિનેતા નસીરુદ્દીન શાહના ભારતમાં ડર લાગતો હોવાના નિવેદનના પડઘા છેક પાકિસ્તાન સુધી પડ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને આ વિવાદમાં કૂદીને ભારતને કહ્યું હતુ કે ભારતમાં મુસ્લિમોને બરાબરીનો દરજ્જો નહી મળે તેવુ જિન્ના જાણતા હતા અને એટલે જ તેમણે અલગ પાકિસ્તાનની માંગ કરી હતી.અમે મોદી સરકારને બતાવીશું કે લઘુમતી સાથે કેવ વ્યવહાર કરવામાં આવે છે.આ માટે ઈમરાને નસીરુદ્દીનનો દાખલો પણ આપ્યો હતો.
જાકે ઈમરાનખાનના નિવેદન પર મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહ ભડક્યાા છે.તેમણે વળતો જવાબ આપતા કહ્યું છે કે પાકિસ્તાનમાં ૧૯૪૭ બાદ હિંદુ ૨૩ ટકાથી ઘટીને ૨ ટકા રહી ગયા છે અને હિન્દુસ્તાનમાં મુસ્લિમો ૮ ટકાથી વધીને ૨૦ ટકા થઈ ગયા છે પણ પાકિસ્તાન જેવો ભિખારી અને આતંકવાદી દેશ ભારતને સલાહ આપે છે કે લઘુમતી સાથે કેવો વર્તાવ કરવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




