ન્યુ દિલ્હી,તા.૨૫
એલન બોર્ડરે આશા વ્યક્ત કરી કે ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા આઈસીસી વનડે વિશ્વકપમાં વિરાટ કોહલી, ઇયોન મોર્ગન અને એરોન ફિન્ચ સર્વશ્રેષ્ઠ કેપ્ટન સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર એલન બોર્ડરે આશા વ્યક્ત કરી કે ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થી રહેલા આઈસીસી વનડે વિશ્વ કપમાં વિરાટ કોહલી, ઇયોન મોર્ગન અને ફિન્ચ સર્વશ્રેષ્ઠ કેપ્ટન સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાને ૧૯૮૭માં પોતાની આગેવાનીમાં વિશ્વ ચેમ્પિયન બનાવનાર આ દિગ્ગજે કહ્યું કે, આક્રમક શૈલી અને સીધો જવાબ આપવાનું કૌશલ્ય કોહલીને મોર્ગન અને ફિન્ચથી અલગ પ્રકારનો કેપ્ટન બનાવે છે.
બોર્ડરે કહ્યું, મને લાગે છે કે વિરાટ કોહલી એક અલગ પ્રકારનો કેપ્ટન છે. તે થોડા આક્રમક ખેલાડી છે અને વિરોધી ટીમને તે અંદાજમાં જવાબ આપવા માટે તૈયાર રહે છે.
તેમણે કહ્યું, ‘વિરોધી ખેલાડીને જાણ હોય છે કે જા તે આવા કેપ્ટન સામે ટકરાશે તો તેને સીધો જવાબ મળશે.’ ઓસ્ટ્રેલિયા માટે ૧૭૮ મેચોમાં આગેવાની કરનાર બોર્ડર મોર્ગનથી પણ પ્રભાવિત છે, જેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ એકદિવસીય ક્રિકેટમાં શિખર પર પહોંચ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



