મિશેલની ઓળખાણ ઘણા ઉપર સુધી,પુરાવાનો નાશ કરી શકે છેઃ સીબીઆઈ
ન્યુ દિલ્હી,તા.૧૯
ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ૨૨ ડિસેમ્બર સુધી પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન મિશેલના વકીલ અલ્જા જાસેફે કોર્ટ સમક્ષ જામીનની અરજી કરતાં કહ્યું કે લાંબા સમય સુધી કેદમાં રહેવાને કારણે મિશેલની તબિયત બગડી છે. આ અંગે CBIએ વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે મિશેલની ઓળખાણ ઘણી ઉપર સુધી છે. તો પોતાના પ્રભાવથી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી તેને જામીન આપવામાં ન આવે.
વકીલે કોર્ટને જણાવ્યું કે મિશેલની તબિયત ઠીક નથી, તે ડિસ્લેક્સિયાથી પીડિત છે. CBI આ દાવાને તપાસ માટે તેની પાસે કર્સિવ અંગ્રેજી લખાવી રહ્યાં છે. મિશેલ પહેલાં જ CBIની માંગ પર પાંચ મહિના માટે દુબઈની જેલમાં રાખવામાં આવ્યો. જે બાદ દિલ્હીમાં પણ CBIએ તેને ૧૫ દિવસથી પૂછપરછ કરી રહ્યું છે. જોસેફએ કહ્યું કે મિશેલ તપાસમાં પૂરો સહયોગ કરી રહ્યો છે. અમે જામીનની દરેક શરત માનવા માટે તૈયાર છીએ. આ કેસમાં કોર્ટ બીજા આરોપીઓને જામીન આપી ચુક્યું છે.
ક્રિશ્ચિયનના વકીલ અલ્જા જાસેફ નેશનલ યૂથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ હતા. બુધવારે સુનાવણી પછી તેઓએ કોંગ્રેસ ઓફીસમાં જઈને પાર્ટીના મહાસચિવ દીપક બાવરિયા સાથે મુલાકાત પણ કરી હતી. જે બાદથી કોંગ્રેસ ભાજપના નિશાને છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




