ન્યુ દિલ્હી,તા.૧૯
સ્થાનિક ઝવેરીઓની માંગમાં ઘટાડો થતાં બુધવારે દિલ્હીના સરાફ બજારમાં સોનાના ભાવ ૨૧૦ રૂપિયા તૂટીને ૩૧,૮૫૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું હતું. જો કે વૈશ્વિક સ્તરે બજારોમાં બહુમૂલ્ય ધાતુની સ્થિતિ સારી થઈ છે. ઓદ્યોગિક એકમો અને સિક્કા ઢાળવાને માટે ધાતુની માંગમાં ઘટતાં, ચાંદી ૪૩૫ રૂપિયે સસ્તી થતાં ૩૭૮૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી.
સોનીઓ અનુસાર સ્થાનિક ક્ષેત્રે માંગ ઘટતાં સોનાની કિંમતો પણ ઘટી હતી. જા કે વૈશ્વિક ક્ષેત્રે માંગ રહેતા ભાવ ઘટાડો ઓછો થયો. ન્યૂયોર્કમાં સોનાના ભાવ ૦.૦૬ ટકા ચઢીને ૧૨૫૦.૮૦ ડોલર પ્રતિ ઔં સ રહી. જ્યારે ચાંદી ૦.૪૫ ટકાના વધારા સાથે ૧૪.૭૭ ડોલર પ્રતિ ઔં સ પર રહી. દિલ્હી સરાફ બજારમાં ૯૯.૫ અને ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતો ૨૧૦ રૂપિયા ઘટીને ક્રમશઃ ૩૧,૮૫૦ રૂપિયા અને ૩૧,૭૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ હતી. મંગળવારે એમાં ભાવમાં ૬૦૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. સોનાની આઠ ગ્રામ વજનની ગિનીનો ભાવ ૨૫૦૦૦ રૂપિયા પ્રતિ એકમ બની રહ્યો હતો.
ચાંદી હાજરમાં ૪૩૫ રૂપિયા ઘટીને ૩૭૮૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને અઠવાડિયે ડિલીવરી ચાંદીનો ભાવ ૪૪૮ રૂપિયા ઘટીને ૩૭,૪૩૩ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો. ચાંદી સિક્કાઓ પ્રતિ સેંકડા લેવાલ ભાવ ૭૪,૦૦૦ રૂપિયા અને વેચાણ ભાવ ૭૫,૦૦૦ રૂપિયા પર સ્થિર રહ્યાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



