અમદાવાદ,તા.૧૯
અમદાવાદની પરિણીતા પર ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ બોટાદ જિલ્લાના રાણપુરના શખ્સે પરિણીતાના બિભત્સ ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આરોપ મુકિયો છે.
મૂળ રાણપુરની રહેવાસી અને હાલ ઘાટલોડિયામાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાને રાણપુરના જ ભરત ઉર્ફે ઘનશ્યામસિંહ પરમારે ફોન પર બિભત્સ વાતો કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ભરતે રાણપુરમાં પરિણીતા સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી ફોટો પાડ્યા હતાં. ત્યાર બાદ ભરતે તેની રાણપુરના જ ફિરોઝ લોહરિયા અને સાદિક ગઢીચા સાથે ઓળખાણ કરાવી. ત્યાર બાદ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ત્રણેયે પોર્નોગ્રાફી બતાવી દુષ્કર્મ કર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



