સરકારી બેન્કોએ મિનિમમ બેલેંસ,એટીએમ ચાર્જના નામે ૧૦ હજાર કરોડ રૂપિયા વસૂલ્યા!!

0
5

માલ્યા,નીરવ જેવા બેન્કોને ચૂનો ચોપડી જલસા કરે મરો તો આમ આદમીનો જ ને
ન્યુ દિલ્હી,તા.૨૨
એક તરફ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકો કે જે બેંકોને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને પણ વિદેશોમાં લીલા લ્હેર કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ સરકારી બેંકોએ છેલ્લા ત્રણ જ વર્ષમાં સેવિંગ એકાઉંટમાં મિનિમમ બેલેંસ ના રાખવાના અને એટીએમ વિડ્રોવલ પર લાગતા ચાર્જના નામે દેશની સામાન્ય જનતા પાસેથી અધધધ ૧૦ હજાર કરોડ રૂપિયા વસુલ્યા છે.
સરકાર દ્વારા આ જાણકારી સંસદમાં જણાવી આવી છે. સંસદમાં પુછવામાં આવેલા એક લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨ સુધી મહિને સરેરાશ બેલેંસ પર એસબીઆઈએ ચાર્જ વસુલતી હતી, પરંતુ ૩૧ માર્ચ, ૨૦૧૬થી તે બંધ કરી દેવામાં આવ્યું. જાકે પ્રાઈવેટ બેંકો સહિત અન્ય બેંકોએ પોતાના બોર્ડના નિયમ અનુંસાર આ ચાર્જ વસુલી રહી હતી. એસબીઆઈ ૧ એપ્રીલ, ૨૦૧૭થી આ પ્રકારનો વધારાનો ચાર્જ વસુલવાનું શરૂ કરી દીધું છે. જાકે ૧ ઓક્ટોબર ૨૦૧૭થી મિનિમમ બેલેંસમાં રાખવામાં આવતી રકમને ઘટાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, બેસિક સેવિંગ બેંક એકાઉંટ્‌સ અને જન-ધન બેંક એકાઉંટમાં મિનિમમ બેલેંસ રાખવાની કોઈ જ જરૂર નથી. આ ઉપરાંત જા જાવામાં આવે તો છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સરકારી બેંકોએ ૧૦ હજાર કરોડ રૂપિયા વસુલ્યા છે. આ ઉપરાંત પ્રાઈવેટ બેંકોએ પણ આજ રીતે મસ મોટી રકમ જનતા પાસેથી વસુલી લીધી છે. જાકે સરકતે લેખિત જવાબમાં પ્રાઈવેટ બેંકો દ્વારા વસુલવામાં આવેલા રકમનો કોઈ જ ડેટા આપ્યો નથી.
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને તેમના બોર્ડની જાગવાઈ પ્રમાણે જુદી જુદી સેવાઓ આપવાના બદલામાં ચાર્જ વસુલવાની મંજુરી આપી રાખેલી છે. જાકે બેંકોને નિર્દેશ આપવામાં આવેલા છે કે, તેમના દ્વારા વસુલવામાં ચાર્જ યોગ્ય હોવા જાઈએ. સાથે જ રિઝર્વ બેંકે એ પણ નિર્દેશ આપ્યા છે કે, ૬ મેટ્રો શહેરો મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગલૂરૂ અને હૈદરાબાદમાં એક મહિનામાં અન્ય બેંકોના એટીએમમાંથી ૩ ટ્રાંજેક્શન અને બેંકના એટીએમમાંથી ઓછામાં ઓછા ૫ ટ્રાંજેક્શન ફ્રી રાખવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY