રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યમાં ચૂંટણી જીતી પોતાની ક્ષમતા સાબિત કરીઃ ફારુક અબ્દુલ્લા

0
8

રાહુલ ગાંધી હવે પપ્પૂ રહ્યા નથી
શ્રીનગર,તા.૨૨
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે પપ્પૂ રહ્યા નથી અને રાહુલ ગાંધીએ ત્રણ મુખ્ય હિંદીભાષી રાજ્યોની ચૂંટણીને જીતીને નેતા તરીકે પોતાની ક્ષમતાઓને સાબિત કરી છે. ફારુક અબ્દુલ્લાએ એક કાર્યક્રમમાં ભાજપની પશ્ચિમ બંગાળમાં પ્રસ્તાવિત રથયાત્રાની જરૂરિયાત પર સવાલ ઉભો કર્યો હતો.
તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું ભાજપ ખુદને હિંદુઓના રક્ષક તરીકે પોતાને રજૂ કરવા માંગે છે? ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક જેવી સંસ્થાઓને હાલની સરકારે ગંદી કરી છે. ફારુક અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો છે કે દેશને મજહબના આધારે વિભાજીત કરવાની કોશિશ થઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે જે રીતે મુસ્લિમોને મજહબ અને તેમના રહન-સહનમાં હસ્તક્ષેપ કરવામાં આવે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY