વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ વેચાણ થયેલો પ્રીમિયમ સ્માર્ટફોન

0
15

વન પ્લસે સતત અગ્રણી સ્થાન જાળવી રાખ્યું
સુરત, તા.૧

કાઉન્ટરપોઇન્ટ માર્કેટ મોનિટર સર્વિસ અનુસાર, ૨૦૧૮માં વનપ્લસએ સૌથી વધુ વેચાતા પ્રિમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે. કાઉન્ટરપોઈન્ટના તાજેતરમાં જાહેર થયેલા ૨૦૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના જાહેર થયેલા અહેવાલ અનુસાર, ઝેનઝેન-સ્થિત કંપનીએ પ્રિમિયમ સ્માર્ટફોન માર્કેટમાં ૩૬ ટકા બજાર હિસ્સાની સ્થિતની સાથે સતત ત્રણ ત્રિમાસિક ગાળા સુધી પ્રથમ નંબર જાળવી રાખ્યો છે. એક જ ત્રિમાસિકગાળામાં ભારતમાં પ્રિમિયમ સ્માર્ટફોન હિસ્સામાં એપલ અને સેમસંગનો ફાળો અનુક્રમે ૩૦ ટકા અને ૨૬ ટકા જેટલો રહ્યો હતો.
૨૦૧૮માં પ્રિમિયમ વિભાગમાં વનપ્લસ ૬એ સૌથી વધુ વેચાણ પામતો મોડેલ હતો. ત્યારબાદ વનપ્લસ ૬ટીનો નંબર આવે છે. વનપ્લસએ પ્રિમિયમ સ્માર્ટફોન બ્રાન્ડમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતી બ્રાન્ડ છે, જેનો વાર્ષિક ધોરણે વિકાસ ૮૫ ટકા નોંધાયો છે. ચોથા ત્રિમાસિકગાળામાં વનપ્લસ ૬ટીએ બ્રાન્ડને અન્ય નજીકના હરિફોથી બજાર હિસ્સા વચ્ચેની ગેપને વધુ વિસ્તારીત કરી છે, જે લગભગ ૧૦ ટકા જેટલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY