વડાપ્રધાને ત્રિમંદિર ખાતે મહિલા મોરચા સંમેલનને સંબોધ્યુ
બેટી બચાવો બેટી પધાઓ અભિયાન સફળ, દિકરીના જન્મદરમાં સુધારો,અમારો રસ્તો પણ સાચો, અમારી નિયત પણ સાચી, કોંગ્રેસ ફક્ત વાયદા કરે છે
ગાંધીનગર,તા.૨૨
અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશન યોજાયું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણી પણ સામેલ થયા. વડાપ્રધાન મોદીનું મહિલા પાંચના પ્રમુખ સહિતની મહિલાઓએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તથા તેઓને મોમેન્ટો ભેટ આપી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે નારી શક્તિને મારા પ્રણામ, સાથે જ મોદીજીએ કહ્યું કે ગાંધીનગરમાં યોજાયેલું આ અધિવેશન ગાંધીનગર ખાતે નારીશક્તિનો મહાકુંભ છે. મોદીએ કહ્યું કે હું ઇચ્છું કે અન્ય રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં સફળ મહિલાઓનું પણ સમ્માન થવું જાઇએ અને જે તે રાજ્ય સરકારની કામગીરીનું સમ્માન થવું જાઇએ.
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાએ ભારતની મહિલાઓ પાસેથી મલ્ટી ટાસ્કિંગ કેવી રીતે કરી શકાય તે શીખવું જાઇએ. દશકો સુધી શાસન કરનાર પાર્ટી દેશની મહિલાઓને પ્રાથમિક સુવિધા આપી શકી નથી. જ્યારે ભાજપની સરકારની તમામ યોજનામાં સેન્ટરમાં મહિલાઓ છે, જેમાં ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજાનાનું રજિસ્ટ્રેશન મહિલાઓના નામે થાય છે. મુદ્રા યોજનાના સૌથી વધુ લાભાર્થી મહિલાઓ જ છે.
પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, અહીં લઘુ ભારતના દર્શન થયા છે, નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો, પંચાયતો અને નગરપાલિકાઓના કાર્યો પણ લોકો સુધી પહોંચાડવા જાઈએ. જનસંઘના સમયથી સંગઠનમાં નારી શક્તિનું યોગદાન રહ્યું છે, આ સંગઠન નારી શક્તિનો મજબૂત અવાજ બનીને ઉભર્યું છે. આ વર્ષ રાજમાતા વિજયારાજે સિંધિયાનું જન્મ શતાબ્દી વર્ષ છે. મહિલા એક સારી સંગઠનકાર હોય છે. આખા ઉત્તરપ્રદેશમાં મહિલા શૌચાલયને ઈજ્જત ઘરે કહે છે, સ્કૂલ જતી દેશની દરેક બેટીને અલગ ટોઈલેટની સુવિધા મળે છે. ઉજ્જવલા યોજના અંતર્ગત ૧ કરોડ બહેનોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મળી ગયા છે. ઘર ઘર ગેસ કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે. રસોઈના બજેટનું ધ્યાન રાખ્યું છે, સાડા ચાર વર્ષ પહેલા મોંઘવારી જીવનનો હિસ્સો બની ગઈ હતી. જીએસટી કારણે અનેક પ્રકારના બિલમાં ઘટાડો થયો.
કોંગ્રેસ અત્યાર સુધી પ્રાથમિક સુવિધાઓ નથી આપી. કોંગ્રેસ ખાલી વાયદાઓ જ કરે છે. અમારો રસ્તો પણ સાચો, અમારી નિયત પણ સાચી છે. દેશના વિકાસમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલે મહિલા આરક્ષણના વિષયને લઇ સમગ્ર દેશને દિશા દેખાડવાનું કાર્ય કર્યું હતું. દેશમાં ધીરે ધીરે બાળકીઓની સંખ્યામાં વધારો થયો. બેટી બચાવ, બેટી પઢાવો અભિયાન સફળ રહ્યું.
દવાઓ સસ્તી થઈ, ઈએમઆઈ પણ ઘટ્યો હોવાથી ઘર ચલાવવું સરળ બન્યું. જનધન યોજના હેઠળ ૩૪ કરોડ ખાતા ખોલ્યાં, જેમાં ૧૮ કરોડ ખાતા બહેન-બેટીઓના ખાતા ખુલ્યાં. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ૧.૫૦ કરોડથી વધુ ખાતા ખુલી રહ્યા છે, જેમાં ૩૦ હજાર કરોડથી વધુ પૈસા જમા થયા. મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી ૧૫ કરોડની લોનમાંથી ૧૧ કરોડ મહિલાઓ સામેલ છે.
ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન તથા નરોડા ગામ કેસમાં આરોપી માયા કોડનાની હાજર રહ્યા હતાં. જેમને ભાજપના રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓ સાથે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જેને લઈને માયા કોડનાનીની રાજકારણમાં સક્રિયતાને લઈને ચર્ચાઓએ જાર પકડ્યું હતું. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં સવારના સેશનમાં સ્મૃતી ઇરાની મહિલાઓને સંબોધિત કર્યું. જ્યારે સ્મૃતી સંમેલનમાં પહોંચ્યા ત્યારે મહિલાઓ એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતાં. મહિલાઓની ભીડે આ સ્મૃતી ઇરાનીને જાણે દબાવી દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા, આ પહેલા તેઓ કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં પહોંચ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





