આ કરાર દ્વારા લાખો યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૨૩
દેશમાં બેરોજગારીની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને, મોદી સરકાર યુવાનોને નોકરી આપવા માટે દરેક પ્રયત્ન કરી રહી છે. યુવાનોને નોકરી આપવા અને તેમના કૌશલ્યના વિકાસ માટે સરકાર મારુતિ સુઝુકી, સાથે એક કરાર કર્યો છે. જેના દ્વારા લાખો યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે.
આ કરાર પર કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. મારુતિ કંપની અનુસાર દીન દયાલ કુશળતા વિકાસ યોજના હેઠળ બે વર્ષ માટે ઓછામાં ઓછા પાંચ હજાર ગ્રામીણ યુવા કૌશલ્ય વિકાસ કરશે અને તેમને નોકરી કરવા માટે યોગ્ય બનાવશે. આ તાલીમમાં ગ્રામીણ યુવાનોને બજારની જરૂરિયાતો સાથે અનુરુપ બનાવશે.
કૌશલતા વિકાસ પછી, ઉદ્યોગ જગતની કંપનીઓ તાલીમ આપીને લોકોને સંસંગત બનાવશે અને જેથી તેમને વિદેશમાં પણ નોકરીઓ મળી શકે અને તેમની કારકિર્દી વિકસિત કરી શકશે. કેન્દ્ર સરકાર વડાપ્રધાન કૌશલ્ય યોજના હેઠળ બેરોજગારી અને અસમર્થ લોકોને તાલીમ આપવા માટે કુશળતા વિકાસ નામથી કાર્યક્રમ ચલાવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




