ઓપેકે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલ પ્રતિદિવસનો કાપ મૂકવાનો સંકેત આપ્યો

0
6

ક્રૂડ ઓઈલના ભાવ ફરી ઉછળશે,પેટ્રોલ-ડીઝલની કિંમતો ફરી મોઢું ફાડશે
ન્યુ દિલ્હી,તા.૭
ક્રૂડ ઓઈલના ભાવ એક મહિનામાં ૨૫ ટકા ઘટી જવાથી પરેશાન ઓપેકે ઉત્પાદનમાં ૧૦ લાખ બેરલ પ્રતિદિવસનો કાપ મુકવાનો સંકેત આપ્યો છે. આ કાપને કારણે આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં ઉછાળો આવશે જેના પગલે પેટ્રોલ-ડીઝલ સહિતના ઈધણોના ભાવ ફરી ઉંચકાશે. વિયેનામાં તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની બેઠકમાં ઉત્પાદનમાં કાપ મુકવા અંગે સહમતિ સધાઈ ગઈ છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આજે થાય તેવી સંભાવના છે. જા કે બિનઓપેક ઉત્પાદક દેશ રશિયા કેટલો કાપ મુકશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
જા કે આશાથી ઓછા કાપના નિર્ણય અને અમેરિકા-ચીન વચ્ચે વેપારય્રુ વધવાને કારણષ ક્રૂડ ઓઈલના ભાવમાં ૧.૫ ડોલરનો ઘટાડો જાવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ ઓક્ટોબરમાં ૭૮ ડોલરની ઉંચાઈથીનીચે સરકી મંગળવારે ૫૮ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો. આવામાં સાઉદી અરબની આગેવાનીવાળા ઓપેકે બિન ઓપેક દેશો રશિયા, ઓમાન અને કઝાકિસ્તાન સાથે મળીને વિયેનામાં ઉત્પાદનને લઈને બેઠક કરી રહ્યા છે. સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ અલ ફાલિહે કહ્યુ્ કે ઓપેક દેશ દસ લાખ બેરલ પ્રતિદિવસનો કાપ મુકી શકે છે. જા કે આશા એવી પણ રખાઈ રહી છે કે કાપ ૧૩ લાખ બેરલ સુધીનો હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માગમાં ઘટાડો થવાને કારણે તેલ ઉત્પાદકો વધુ કાપ મુકવાનું જાખમ ઉઠાવશે નહી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY