મુંબઈ,તા.૭
અભિનેત્રી ઝરીન ખાને પોતાની એક સમયની મેનેજર અંજલિ અથા સામે પોલીસ ફરિયાદ કરી હોવાની જાણકારી મળી હતી. અંજલિ મારી ઇમેજને ખરડવાના પ્રયાસો કરી રહી છે એવું ઝરીને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. ખાર પોલીસે આ સમાચારને સમર્થન આપ્યું હતું.
ઝરીનના ધારાશાસ્ત્રી રિઝવાન સિદ્દીકીએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે અંજલિના દગાબાજીથી ભરેલાં કામો માટે છૂટી કરાઇ પછી એ ઝરીન વિશે એલફેલ બોલીને ઝરીનની કારકિર્દીને ઝાંખપ લગાડવા અવળો પ્રચાર કરી રહી હતી.
૨૦૧૦માં સુપર સ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મ કર્યા બાદ ઝરીન કરણ કુન્દ્રા સાથે ૧૯૨૧ ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ એની કારકિર્દી ધીમી પડી ગયેલી જણાતી હતી. ખાર પોલીસના પ્રવક્તાએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યાં છીએ. હજુ સુધી કોઇની ધરપકડ કરી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





