ન્યુ દિલ્હી,તા.૨૫
ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રૂડના ભાવમાં ગત કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડાની આસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલન ભાવ પર જાવા મળી રહી છે. સોમવારે બ્રેંટ ક્રૂડમાં ૩.૩૩ ડોલર પ્રતિ બેરલ (૬.૧૬ ટકા) ઘટીને ૫૦.૭૭ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ પહેલાં જ ૭૦ રૂપિયાના સ્તરથી નીચે પહોંચી ગયું છે. મંગળવારે સવારે તેમાં ઘટાડો થયો હતો. મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૭ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જાવા મળ્યો નથી. આ સાથે જ પેટ્રોલ મંગળવારે ૬૯.૭૯ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.
કલકત્તા અને મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવમાં ૭ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો હતો. આ સાથે કલકત્તામાં પેટ્રોલ ૭૧.૮૯ રૂપિયા પ્રતિ લીટર અને મુંબઇમાં ૭૫.૪૧ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે. બંને શહેરોમાં ક્રિસમસના ટાળે ડીઝલના ભાવમાં કોઇ રાહત આપવામાં આવી નથી અહીં ડીઝલ ક્રમશઃ ૬૫.૫૯ રૂપિયા પ્રતિ લીટર અને ૬૬.૭૯ પ્રતિ લીટરના જૂના સ્તર પર વેચાઇ રહ્યું છે.
પ્રતિ લીટરે પેટ્રોલના ભાવ ગત ૧ વર્ષ દરમિયાન સૌથી ઓછા છે. આ પહેલાં ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પેટ્રોલ પ્રતિ લીટર ૬૯.૯૭ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું હતું. તો બીજી તરફ ૧ જાન્યુઆરી ૨૦૧૮નારોજ કલકત્તામાં પેટ્રોલ ૭૨.૭૨ પ્રતિ લીટર, મુંબઇમાં ૭૭.૮૭ રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં ૭૨.૫૩ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું. આ ઉપરાંત ડીઝલના ભાવ આ સ્તરે ૯ મહિના બાદ આવ્યા છે. ૨૮ માર્ચ ૨૦૧૮ના રોજ દિલ્હીમાં ડીઝલના ભાવ ૬૩.૭૭ રૂપિયા પ્રતિ લીટર હતો. આ દિવસે કલકત્તામાં, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલનો ભાવ ક્રમશઃ ૬૬૪૬ રૂપિયા, ૬૭.૯૧ રૂપિયા અને ૬૭.૨૫ રૂપિયા પ્રતિ લીટર હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



