મુસલમાન તેને જ માનશે જે કુરાનમાં છે, કોઇ કાયદો અમારા માટે નથીઃ આઝમ ખાન

0
245

ફક્ત કુરાનનો કાયદો જ મુસલમાનો માટે માન્ય છે
ન્યુ દિલ્હી,તા.૨૭
ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી અને સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાન ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ત્રણ તલાક બિલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે આઝમ ખાને કહ્યું છે કે મુસલમાનો માટે કોઈ કાનૂન માન્ય નથી. મુસલમાન ફક્ત કુરાનને માને છે. જે કુરાનમાં કહેવામાં આવ્યું છે, મુસલમાન તે જ માનશે. બીજા કોઈ કાનૂન માનશે નહીં.
આઝમ ખાને કહ્યું હતું કે જે મુસલમાન છે તે કુરાનને માને છે, હબીસને માને છે. તે જાણે છે કે તલાકની આખી પ્રોસિસ કુરાનમાં આપી છે. અમારા માટે તેના સિવાય કોઈ કાનૂન માન્ય નથી. ફક્ત કુરાનનો કાયદો જ મુસલમાનો માટે માન્ય છે.
આઝમ ખાને કહ્યું હતું કે આખી દુનિયામાં મુસલમાનો માટે ફક્ત અને ફક્ત કુરાનનો કાયદો જ માન્ય છે. આ અમારો ધાર્મિક મામલો છે. મુસલમાનો માટે પર્સનલ લો બોર્ડ છે. આ અમારો વ્યક્તિગત મામલો છે કે મુસલમાન કેવી રીતે લગ્ન કરશે? કેવી રીતે તલાક લેશે?
આઝમે કહ્યું હતું કે સરકાર એ મહિલાઓને ન્યાય આપે જે ગુજરાત અને અન્ય સ્થાને રમખાણથી પીડિત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY