ન્યુ દિલ્હી,તા.૧
સરકારી બેન્ક દેના બેન્કે એમસીએલઆર વધારી દીધો છે. બેંન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈમાં વધારો થશે. દેના બેંકે એમસીએલઆરના દરોમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે એમસીએલઆરએ દર છે જેના પર કોઈ બેન્ક પાસેથી મળનાર વ્યાજના દર નક્કી થાય છે. આનાથી ઓછા દર દેશની કોઈ બેન્ક લોન નથી આપતી. સામાન્ય ભાષામાં આ આધાર દર હોય છે.
એમસીએલઆરમાં બેન્ક પોતાના ફન્ડના દરને લોનના દર નક્કી કરે છે. જે બેન્ચમાર્ક દર હોય છે. તેના વધવાથી તમારી બેન્કમાં તમામ લોન મોંઘી થઈ જશે.
એમસીએલઆર વધવાથી સામાન્ય માણસને સૌથી વધુ નુકશાન થાય છે. તેની હાલ લીધેલ લોન મોંઘી થાય છે. પહેલાની સરખામણીએ વધારે વ્યાજ ચુકવવુ પડે છે. એમસીએલઆર ઘટેતો વ્યાજ દરમા ઘટાડો થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



