રામ મંદિર કાયદા મુજબ જ બનશેઃ પીએમ મોદી

0
10

૨૦૧૯નાં પ્રથમ ઈન્ટરવ્યુમાં પીએમની રામ મંદિર, સર્જીકલ સ્ટ્રાઈક, નોટ બંધી, ઉરી હુમલા મુદ્દે ચર્ચા
ન્યુ દિલ્હી,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વર્ષ ૨૦૧૯નું તેમનું પહેલું ઈન્ટરવ્યૂ આપ્યુ છે. પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈના એડિટર સ્મીતા પ્રકાશને આ ઈન્ટરવ્યૂ આપ્યું છે. આ ઈન્ટરવ્યૂમાં મોદી સરકાર તેમના કાર્યકાળની સિદ્ધીઓ સહિત દેશના અન્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. ન્યૂઝ એજન્સીએ માહિતી આપી છે કે, વડાપ્રધાને ૯૫ મિનિટ સુધી આ ઈન્ટરવ્યૂ આપ્યો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને અન્ય હિન્દુવાદી સંગઠનો તરફથી કાયદો લાવીને મંદિર નિર્માણ કરવાની માંગણી કરવામાં આવતી હતી પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ તેમની માંગણીને ઝાટકી દીધી છે. પીએમ મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, રામ મંદિર પર કાયદા પ્રક્રિયા પૂરી થયા પછી જ અધ્યાદેશ વિશે વિચાર કરવામાં આવશે. એટલે કે રામ મંદિરનો મુદ્દો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યાં સુધી મોદી સરકારે તે માટે અધ્યાદેશ નહીં લાવે.
ગાંધી પરિવાર પર હુમલો કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢીએ દેશ ચલાવ્યો છે અને આ પરિવાર હવે નાણાકિય અનિયમીતતાના કારણે જામીન પર બહાર છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઉર્જિત પટેલ વિશે વડાપ્રધાને કહ્યું કે, સરકારનું આરબીઆઈ પર કોઈ પ્રેશર નથી. ઉર્જિત પટેલ ઘણાં સમયથી પહેલાંથી તેમના અંગત કારણોથી રાજીનામું આપવા માગતા હતા. હું પહેલીવાર આ વિશે કહી રહ્યો છું કે, તેમણે ૬-૭ મહિના પહેલાંથી જ રાજીનામું આપવાની વાત કરી હતી. તેમણે આ વાત લેખીતમાં પણ આપી હતી. તેમણે ખૂબ સારું કામ કર્યું અને તેમના પર રાજકીય દબાણ હોવાની તો કોઈ વાત જ નથી.
નોટબંધી વિશે વડાપ્રધાને કહ્યું કે, આ કોઈ ઝટકો નહતો. અમે લોકોને એક વર્ષ પહેલાંથી લોકોને આ વિશે જાણ કરી હતી કે જા તમારી પાસે કાળું ધન હોય તો તે જમા કરાવી દો.
પાકિસ્તાન વિશે પીએમ મોદી બોલ્યા કે પાકિસ્તાનનું વલણ એક સર્જિકલ સ્ટ્રાઈકથી નહીં સુધરે. આવું વીચારવું પણ ખૂબ મોટી ભૂલ છે. પાકિસ્તાનને સુધરવામાં ઘણો સમય લાગશે.
વડાપ્રધાને સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય જોખમ ભર્યો ગણાવ્યો છે. કહ્યું કે, ઉરી હુમલાથી જ હું ખૂબ ગુસ્સામાં હતો અને ત્યારે જ પાકિસ્તાન સામે કોઈ પગલું લેવાનું નક્કી કર્યું હતું. જાકે જવાનોની પણ ઘણી ચિંતા હતી. તેમને સુર્યોદય પહેલાં પરત આવવાનો આદેશ આપ્યો હતો.
૨૦૧૯ની ચૂંટણી વિશે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જનતા સામે મહાગઠબંધનની હશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY