મુંબઈ,તા.૨૮
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને એવી સ્પષ્ટતા કરી હતી કે હું મારી અભિનેત્રી પુત્રી સારા અલી ખાન સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી.
‘મને પણ એવી જાણ કરવામાં આવી હતી કે હું સારા સાથે ઇÂમ્યતાઝ નિર્દેશિત લવ આજ કલ ટુ ફિલ્મ કરી રહ્યો છું એવા મિડિયા રિપોર્ટ પ્રગટ થયા છે. પરંતુ મને કહેવા દો કે એવી કોઇ ફિલ્મ હું મારી પુત્રી સારા સાથે કરી રહ્યો નથી. મિડિયા રિપોર્ટ ખોટા છે’ એમ સૈફ અલી ખાને કહ્યું હતું. એણે ઉમેર્યું હતું કે આ સમાચાર તો મારા પોતાના માટે પણ સાવ નવા છે.
અત્યાર અગાઉ એવા અહેવાલ પ્રગટ થયા હતા કે સૈફ અલી ખાન સારા સાથે જવાની જાનેમન ફિલ્મ કરી રહ્યો છે. એને પણ સૈફે રદિયો આપ્યો હતો કે આ ફિલ્મમાં તો પચાસ વર્ષનો એક પ્રૌઢ પોતાની પુત્રી કરતાં ય નાની યુવતીના પ્રેમમાં પડે છે એવી કથા છે. આ રોલ પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા કરી રહી છે, સારા નથી કરતી.
સારાએ પોતે આ વિશે બોલતાં કહ્યું કે મને અબ્બા સાથે ફિલ્મ કરવા મળે તો મને ખૂબ ગમે. પરંતુ અમને બંનેને જે પાત્રો મળે એમાં વાજબીપણું પણ હોવું જાઇએ ને ! માત્ર કરવા ખાતર ફિલ્મ કરવાનો કોઇ અર્થ રહેતો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




