ન્યુ દિલ્હી,તા.૩
લોકસભામાં ગુરૂવારે ટીડીપીના ૧૨ અને AIADMKના ૭ સાંસદોને વેલમાં આવી જવા પર ૪ દિવસો માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. સવારે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ એઆઈડીએમકે અને તેલુગૂ દેશમ પાર્ટીના સદસ્યો સ્પીકરના આસન પાસે પહોંચી પોતાની માંગોને લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.
એઆઈડીએમકેના સાંસદ કાવેરી નદી પર બાંધ બનાવવાના પ્રસ્તાવને પાછો લેવાની માંગ કરી રહ્યા હતા, જ્યારે ટીડીપીના સાંસદોએ આંધ્ર પદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને હંગામો કર્યો હતો.
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને હંગામો કરી રહેલા ટીડિપીના ૧૨,AIADMKના ૭ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા બુધવારે સ્પીકરે ૩૭૪એ મુજબ એન્નાદ્રમુકના ૨૪ સાંસદોને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. ૩૭૪એ મુજબ સ્પીકરને સંસદની કાર્યવાહીને બાધિત કરનારા સદસ્યોને નિલંબિત કરવાનો અધિકાર હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





