માર્ચ સુધીમાં બેન્કો ૭૦ હજાર કરોડના ફસાયેલા કરજની વસૂલાત કરી લેશેઃ જેટલી

0
5

ન્યુ દિલ્હી,તા.૪
નાણામંત્રી અરૂણ જેટલીના જણાવ્યા મુજબ દેશની વાણિજ્યિક બેન્ક માર્ચના અંત સુધીમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ફસાયેલા કરજ (એનપીએ)ની વસૂલાત કરી શકે છે.
આ વસૂલાતમાં ૧૨ મોટા મામલાના ઉકેલની સંભાવના છે. તેમણે કહ્યું કે બેન્કોના ફસાયેલા નાણાં ઝડપથી વસૂલવા માટે રાષ્ટ્રીય કંપની ન્યાયાધિકરણ (એનસીએલટી)ની મહત્વની ભૂમિકા છે. દેવાળિયા અને શોધન અક્ષમતા સંહિતા દ્વારા બે વર્ષમાં ૬૬ મામલાના ઉકેલ લાવવામાં આવ્યા અને તેના દ્વારા કરજદારો પાસેથી ૮૦,૦૦૦ કરોડની વસૂલાત થઈ હતી. આ વર્ષે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ તથા એસ્સાર જેવા મોટા કેસ ઉકેલના અંતિમ તબક્કામાં છે અને તેનો ઉકેલ આ જ નાણાકીય વર્ષમાં આવી શકે છે. તેમણે કહ્યું કે એનસીએલટીએ કોર્પોરેટ દેવાળિયા મામલા ૨૦૧૬ના અંતથી હાથ ઉપર લેવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં તેણે ૧૩૨૨ મામલા સુનાવણી માટે સ્વીકાર કર્યા છે. તેમાં ૪૪૫૨ કેસ એવા છે જેનો ઉકેલ એનસીએલટી દ્વારા સુનાવણી માટે સ્વીકાર કરાતાં પહેલાં જ થઈ ગયો હતો. ૨૬૦ કેસમાં પરિસમાપનનો આદેશ આપવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY