રક્ષામંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષને ત્રણ સવાલ કર્યા

0
34

ન્યુ દિલ્હી,તા.૭
રાફેલ મુદ્દાને લઈને સંસદના શિયાળુ સત્રમાં જારદાર હોબાળો જાવા મળી રહ્યો છે. કોંગ્રેસ સતત આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે તો સામે સરકારના મંત્રીઓ પણ કોંગ્રેસના દરેક આક્ષેપોનો જવાબ આપી રહ્યાં છે. રાફેલ વિવાદ પર સોમવારે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં.
લોકસભામાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે ૨૦૧૪થી ૨૦૧૮ સુધી HALને લગભગ ૨૬ હજાર કરોડના ઓર્ડર મળ્યાં છે. અને લગભગ ૭૩ હજાર કરોડના ઓર્ડર પાઈપલાઈનમાં છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે HAL તરફથી મને આ વાતની પુષ્ટિ આપવામાં આવી છે. જે બાદ ભાજપના સાંસદ રાહુલ ગાંધી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યાં. રક્ષા મંત્રીએ કહ્યું કે રાફેલ પર ચર્ચા દરમિયાન મેં જે કંઈ કહ્યું હતું તે સાચું હતું.
સરકારના રાહુલને ત્રણ સવાલ
૧) તમારી અને તમારા પરિવારની ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ સાથે શું નિકટતા છે? શું રાહુલ રાફેલનો વિરોધ એટલાં માટે કરી રહ્યાં છે કેમકે કોમ્પીટિટર યુરોફાઈટર કંપનીના દબાણમાં છે?
૨) સાતથી આઠ વર્ષના પ્રયાસ પછી રાફેલને સૌથી ઓછા ટેન્ડરવાળું છે. તેમ છતાં તમારી સરકારના સમયે કોના દબાણમાં ડીલ રોકવામાં આવી?
૩) તમે દેશની સુરક્ષાની સાથે કયાં સુધી સમજૂતી કરશો? તમે વાયુસેનાનું મનોબળ કેમ તોડી રહ્યાં છો?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY