ઘણા પુરુષ નેતાઓ કરતાં ઈન્દિરા ગાંધી ખૂબ જ આગળ હતાઃ નીતિન ગડકરી

0
4

તેઓને ક્યારેય અનામતની જરૂર પડી ન હતી
ન્યુ દિલ્હી,તા.૭
કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી ફરી એક વખત પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં છે. અગાઉ જવાહરલાલ નહેરુના વખાણ કરી ચુકેલા નીતિન ગડકરીએ હવે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા છે. તેઓએ કહ્યું છે કે, આપણા દેશને ઈન્દિરા ગાંધી જેવા સક્ષમ નેતા મળ્યા. જે ઘણા પુરુષ નેતાઓ કરતા આગળ હતી. તેઓને ક્્યારેય અનામતની જરૂર પડી ન હતી.
મહિલા સશક્તિ કરણના મુદ્દે બોલતા સમયે નીતિન ગડકરીએ ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે મહિલાઓ અનામત મળવી જોઈએ તેનો વિરોધ નહી કરેએ તેવી પણ વાત કહી. તેઓ અગાઉ ૨૪ ડિસેમ્બરે જવાહર લાલ નહેરુના વખાણ કરી ચુક્યા હતા. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના આ બે નેતા પર જ ભાજપ હરહંમેશ નિશાન તાકતી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY