સીવીસીએ આલોક વર્મા અને અન્ય છ આરોપીઓની તપાસ શરુ કરી
ન્યુ દિલ્હી,તા.૧૨
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેશ્ટિગેશન (સીબીઆઈ)ના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલી સતત વધી રહી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)એ આલોક વર્મા અને ૬ અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે, તેમાં બેન્ક કૌભાંડોના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી. શિવશંકરન સામેના લુકઆઉટ સક્્ર્યુલરના આંતરિક ઈ-મેઈલ લીક કરવાના ગંભીર આરોપ પણ સામેલ છે.
નવા આરોપો અંગે સીવીસીએ કેન્દ્ર સરકારને માહિતગાર કરી દીધી છે, જેના વિશે ગત વર્ષે ૧ર નવેમ્બરે સુપ્રીમ કોર્ટ સમક્ષ આલોક વર્માનો તપાસ રિપોર્ટ દાખલ કર્યા બાદ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ફરિયાદો મળી હતી. વર્મા સામે તેમના જ નંબર-ર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા લગાવવામાં આવેલા ૧૦ આરોપોની તપાસના આધારે રિપોર્ટમાં જણાવાયું છે કે આલોક વર્માની પૂછપરછ કરવી જાઈએ.
સીવીસીના સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈને ર૬ ડિસેમ્બરના રોજ એક પત્રના માધ્યમથી જણાવાયું છે કે તે આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજા અને ફાઈલો ઉપલબ્ધ કરાવે, જેથી તટસ્થ અને તાર્કિકરૂપે તપાસ પૂરી કરી શકાય. ત્યારબાદ તપાસ એજન્સીએ બુધવારે વિજય માલ્યા સંબંધિત કેસના તમામ દસ્તાવેજા સોંપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના કૌભાંડ કરીને બેન્કોને ચૂનો લગાવનારા નીરવ મોદી અને વિજય માલ્યા હાલ ભાગેડુ આરોપી છે.
આલોક વર્મા પર આરોપ છે કે તેમણે નીરવ મોદી સામેના કેસમાં સીબીઆઈના કેટલાક આંતરિક ઈ-મેઈલ્સ લીક થયાની ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ આરોપીને શોધવાને બદલે તે ગંભીર મામલો દબાવી દેવાની કોશિશ કરી હતી. એ સમયે બેન્ક સાથેની છેતરપિંડી અને કૌભાંડમાંથી એક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડની તપાસ ચરમસીમાએ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




