કેન્દ્ર સરકાર પાક વિમામાં ઓછા પ્રીમિયમે તત્કાલ વળતર આપવાની તૈયારીમાં

0
10

છેલ્લા ૨ વર્ષમાં વીમા કંપનીઓને મળ્યું રૂ. ૫૩૯૫૫ કરોડનું પ્રીમિયમ,વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવ્યા રૂ. ૩૪૭૨૭ કરોડ
ન્યુ દિલ્હી,તા.૧૨
ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધારે સરળ અને પ્રભાવશાળી બનાવવા માટે કૃષિ મંત્રાલય મોટા સુધારાઓ કરવાની તૈયારીમાં છે. નવા નિયમો હેઠળ ખેડૂતોના પ્રીમિયમની રકમ ઘટાડવાની સાથે જ દેખરેખ, તાત્કાલિક વળતર અને ઘર બેઠા વીમો ઉતારવા સહિત ઘણા પગલા લેવામાં આવશે. મંત્રાલય આ યોજનાના પાલન માટે નિગમની રચના કરવા બાબત પણ વિચારી રહ્યું છે. કૃષિ મંત્રાલય યોજના હેઠળ કેટલાક વિસ્તારો માટે પૂલ વિમાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. આ વ્યવસ્થા એવા વિસ્તારો માટે હશે જ્યાં એક પ્રકારનો પાક થતો હશે અને ત્યાં આખા વિસ્તારનો વિમો થશે. આના લીધે પ્રીમિયમ ઓછું આવશે અને રિસ્ક કવર વધારે હશે. આ પ્રકારનો વિકલ્પ સ્પેન અને તુર્કીમાં છે જેના પર મંત્રાલયના અધિકારીઓ વિશ્વ બેંકની ટીમ સાથે વિચારણા કરી રહ્યા છે. મંત્રાલયના એક અધિકારી અનુસાર વધારેને વધારે ખેડૂતોને આ યોજના સાથે જાડવા માટે નવા નિયમો બનાવાઈ રહ્યા છે. હાલમાં રવિ અને ખરીફ પાક માટેનું પ્રીમિયમ ખેડૂતોના ભાગે દોઢથી બે ટકા આવે છે.
છેલ્લા બે વર્ષોમાં રાજ્યોમાંથી મળેલ રીપોર્ટથી જાણ વા મળ્યુ છે કે વળતર ચુકવવામાં બહુ વાર લાગે છે. ૨૦૧૬-૧૭ના વર્ષના રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૨૩૪૫ કરોડનું પ્રીમિયમ ચુકવ્યુ હતું, જ્યારે તે સમયગાળામાં ખેડૂતોને ૧૬૧૯૫ કરોડનું વળતર ચુકવાયુ હતુ. ૨૦૧૭-૧૮માં પણ ૨૬૬૧૦ કરોડના પ્રીમિયમ સામે ૧૮૫૩૨ કરોડ વળતર રૂપે ચુકવાયા હતા. આજ સમયગાળામાં ખેડૂતો દ્વારા ૫૦૦૦ કરોડનું પ્રીમિયમ ચૂકવાયુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY