દુનિયાભરના ૭૭ કરોડથી વધારે લોકોના ઇમેઇલ આઇડી અને પાસવર્ડ હેક કરાયા

0
6

દુનિયામાં સૌથી મોટી સાઇબર ક્રાઇમની ઘટના પૈકીની એક ઘટના
ન્યુ દિલ્હી,તા.૧૮
દુનિયામાં સૌથી મોટી સાઈબર ક્રાઈમની ઘટનાઓ પૈકીની એક ઘટનામાં દુનિયાભરના લોકોના ૭૭ કરોડથી વધારે ઈમેઈલ આઈડી અને પાસવર્ડ જાહેર કરી દેવાયા છે.
આ તમામ ડેટા ફાઈલ શેરિંગ વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા હતા અને આ ફાઈલની સાઈઝ ૮૭ જીબી હતી. જેનો અર્થ એ થાય કે તમારુ આઈડી અને પાસવર્ડ બીજી કોઈ વ્યÂક્ત પાસે છે અને તેનો દુરપયોગ થવાની સંભાવના છે.જાકે સવાલ એ છે કે આ થયુ કઈ રીતે
આખી ઘટનાને ઓસ્ટ્રેલિયાના સાઈબર સિક્્યુરિટી એક્સપર્ટ ટ્રોય હંટે દુનિયા સમક્ષ મુકી છે.તેમણે દાવો કર્યો છે કે મેગા નામની ફાઈલ શેરિંગ વેબસાઈટ પર ૭૭ કરોડથી વધારે ઈમેઈલ આઈડી
અને પાસવર્ડ અપલોડ કરાયા હતા.જાકે બાદમાં તેને ત્યાંથી હટાવી લેવાયા હતા.જાકે એ સ્પષ્ટ નથી કે આ ડેટા કેવી રીતે અને કોની પાસે આવ્યા.ઈમેઈલ અને પાસવર્ડ ચોરીની ઘટનાની જવાબદારી હજી સુધી કોઈ સાઈબર ક્રાઈમ ગ્રુપે લીધી નથી.
હંટે કહ્યું છે કે આ પૈકીના ૬.૮ કરોડ મેઈલ એડ્રેસ પ્લેન ટેક્સટમાં છે પણ તેના પાસવર્ડ ક્રિપ્ટોગ્રાફિકલી સ્વરુપે છે.એટલે આ આઈડીને ઉપયોગમાં લેવા મુશ્કેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY