ભારતીય રેલ્વેની નવી ટી-૧૮ ટ્રેનમાં દુનિયાના દેશઓને રસ પડ્યો

0
6

ન્યુ દિલ્હી,તા.૧૯
ટી ૧૮ પ્રકારની ટ્રેનનુ નિર્માણ રેલવે માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભારતીય રેલવેના બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલનુ કહેવુ છે કે ભારતીય રેલવેની નવી ટી-૧૮ ટ્રેનમાં મિડલ ઈસ્ટ, સાઉથ અમેરિકાના દેશો, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને પૂર્વ યુરોપના દેશોએ પણ રસ દખાવ્યો છે.
પીએમ મોદીએ ટી ૧૮નુ એક પ્રેઝન્ટેશન તૈયાર કરીને ઈકોનોમિક ડિપ્લોમસી થકી વિવિધ દેશોને બતાવવા માટે પણ સૂચના આપી છે.
રેલવેની નજર હવે ટ્રેન અને કોચના ૨૦૦ અબજ ડોલરના આંતરરાષ્ટ્રીય બજાર પર છે.અગ્રવાલે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહયુ હતુ કે સેમી હાઈ સ્પીડ ટ્રેન કેટેગરીમાં આ ટ્રેનને મોટુ માર્કેટ મળશે તેવો અમને વિશ્વાસ છે.કારણકે આ કેટેગરીમાં બનતી ટ્રેન કરતા ટી ૧૮ ૨૫ ટકા ઓછા ખર્ચમાં બની શકે છે.
ભારતીય રેલવેની નજર સિંગાપુર મલેશિયાના ટ્રેન પ્રોજેક્ટ પર છે.જે વધુ ખર્ચના કારણે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY