પત્નીને તરછોડનારા ભાગેડુ એનઆરઆઈ પતિઓ માટે મોદી સરકાર ખરડો લાવશે

0
13

ન્યુ દિલ્હી,તા.૩૦
કેન્દ્રની મોદી સરકાર ભાગેડુ NRI પતિઓ પર લગામ કસવા માટે નવો કાયદો લાવી રહી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતુ કે, પોતાની પત્નીને છોડનારા ભાગેડુ NRI પતિના મામલાઓના નિકાલ માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં એક ખરડો લાવશે. આ અંગે સંસ્થાનિક તંત્રની શરૂઆત કરી દેવામાં આવી છે, જ્યાં આવા NRI પતિઓના ૨૫ પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે. સરકાર આ સત્રમાં એક ખરડો લાવવા જઈ રહી છે, જેમાં એવા પતિઓ વિરુદ્ધ થોડાં વધુ કડક કાયદાની ભલામણ કરવામાં આવી છે.
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનમાં ભાગ લેવા માટે હૈદરાબાદ આવેલા સુષ્મા સ્વરાજે પોતાની પત્નીઓને છોડનારા NRI વિશે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટે પોતાની પત્નીને છોડનારા અને દહેજ માટે તેમને શારીરિક-માનસિક ત્રાસ આપનારા NRI પતિની ધરપકડની માંગવાળી અરજી પર ૧૩ નવેમ્બરે કેન્દ્રનો જવાબ માંગ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ એસ. કે કૌલ તેમજ ન્યાયમૂર્તિ કે. એમ. જાસેફની બેન્ચે એક અરજી પર કેન્દ્રને નોટિસ મોકલી હતી. અરજીમાં તરછોડવામાં આવેલી પત્નીઓને કાયદાકીય, નાણાકીય મદદ આપવા અને પ્રાથમિક ફરિયાદ દાખલ થયા બાદ ભાગેડુ દ્ગઇૈં પતિની ધરપકડની માંગણી કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY