આમિર ખાનના બગીચામાંથી હિસ્ટ્રીશીટરની લાશ મળી આવતા ખળભળાટ

0
5

હરદોઇ-મુંબઈ,તા.૧૦
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે બોલવિૂડ અભિનેતા આમિર ખાનના જામફળના બગીચામાં સંદિગ્ધ સ્થિતિમાં એક લાશ મળી આવી. પોલીસે જ્યારે લાશની ઓળખ કરી તો મૃતક હિસ્ટ્રીશીટર હોવાનું બહાર આવ્યું. લાશ ઘણા દિવસ જૂની હતી અને તે ખરાબ રીતે સડી અને ગળી ગઈ હતી. પોલીસ મુજબ, મૃતક લગભગ ત્રણ સપ્તાહથી ગુમ હતો. પોલીસે શબનો કબજા લઈને તપાસ કરવામાં લાગી ગઈ છે.
મળતી જાણકારી મુજબ, હરદોઈના શાહાબાદ પોલીસ સ્ટેશનની હદમાં મોહલ્લા અખ્તિયારપુરમાં સુપરસ્ટાર આમિર ખાનના પૈતૃક ખેતર અને કેરી-જામફળના બગીચા છે. રવિવારે સ્થાનિક લોકોએ બગીચામાં અંદર એક શબને પડેલું જાયું, ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે શબની ઓળખ કરી તે શબ શાહાબાદ પોલીસ સ્ટેશનની હદનો જ હિસ્ટ્રીશીટર સલીમ ઉર્ફે ચચ્ચૂ હોવાનું ખૂલ્યું. મૃતક છેલ્લા ૨૦ દિવસોથી ગુમ હતો, તેના પરિવારે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસ મુજબ, મૃતકની ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લૂંટફાટના લગભગ અડધો ડઝન કેસ નોંધાયેલા છે. શબની સ્થિતિ એવી હતી કે તેનું મોત કયા કારણે થયું તેનો અંદાજા લગાવવો પણ મુશ્કેલ છે. પોલીસે મોતના કારણો જાણવા માટે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની અહીં પૈતૃક સંપત્તિ છે જેનું એક કેરટેકર ધ્યાન રાખે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY