પાકિસ્તાનની નાપાક હરકતઃ સાર્ક સંમેલનમાં પીઓકેના મંત્રીને બોલાવ્યા

0
7

પીઓકેના અમાન્ય મંત્રીને બોલાવી ભારતનું અપમાન કર્યું
ન્યુ દિલ્હી,તા.૧૦
૧૯માં સાર્ક સંમેલનની મેજબાની કરી રહેલ પાકિસ્તાને ભારત વિરૂદ્ધ ફરી એક વાર નાપાક હરકત કરી છે. સાર્ક બેઠકમાં તેણે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર)ના મંત્રીને બોલાવી પોતાની બદનિયતને જાહેર કરી હતી. ભારતે આ મામલે સખત વિરોધ નોંધાવતા બેઠકનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે, ૨૦૧૬માં ઉરી હુમલા પછી ભારતે બેઠકનો બહિષ્કાર કર્યો હતો, જે અત્યાર સુધી રદ થતી આવી હતી.
પાકિસ્તાનમાં ચાલી રહેલ બેઠકમાં પીઓકેના મંત્રી ચૌધરી મોહમદ સઇદ હાજર રહ્યા હતા. બીજી તરફ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોવાથી ભારતે શરૂઆતથી જ પીઓકેના કોઇ પણ મંત્રીને માન્યતા આપી નથી. બેઠકમાં ચૌધરીની હાજરી પર ભારતીય અધિકારી શુભમ સિંહે ચાલુ બેઠકને છોડી તેનો બહિષ્કાર કર્યો હતો.
૨૦૧૬માં ઉરીમાં થયેલ પાકિસ્તાની આતંકીઓના હુમલા પછી ૧૯મી સાર્ક બેઠકનો ભારત સતત વિરોધ કરી રહ્યું હતું. જે પછી બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાને પણ બેઠકમાં સામેલ થવા પર મનાઇ કરી હતી. નોંધનીય છે કે ભારતના વિરોધ નોંધાવ્યા પછી સાર્ક સંમેલનની એક પણ બેઠક યોજાઇ ન હતી. પરંતુ બે વર્ષ પછી શરૂ કરાયેલ સંમેલનમાં પીઓકેના મંત્રીને બોલાવી પાકિસ્તાને પોતાનો અસલી રંગ બતાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY