સરકારી કર્મચારીઓ આનંદોઃ સરકારે એનપીએસમાં ફાળો વધારી ૧૪ ટકા કર્યો

0
5

ન્યુ દિલ્હી,તા.૧૦
મોદી સરકારે દેશભરનાં કરોડો સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી છે. હકીકતમાં સરકાર નેશનલ પેન્શન સ્કિમ (NPS)માં પોતાનું યોગદાન વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ સોમવારનાં રોજ સ્કીમમાં ફેરફારોની જાહેરાત કરી.
સરકારે દ્ગઁજીમાં યોગદાન ચાર ટકા વધીને ૧૪ ટકા કરવાની સાથે જ રિટાયરમેન્ટ બાદ નિકાળવામાં આવેલ ૬૦ ટકાની રકમને ટેક્સ-ફ્રી કરી દીધે0લ છે. જા કે, કર્મચારીઓનું ઓછામાં ઓછું યોગદાન ૧૦ ટકા બની રહેશે. જેટલીએ કર્મચારીઓનાં ૧૦ ટકા સુધીનાં યોગદાન માટે આયકર કાયદાકીય ધારા ૮૦ C અંતર્ગત કર પ્રોત્સાહનની પણ જાહેરાત કરી. જા કે સરકાર તથા કર્મચારીઓનું યોગદાન NPSમાં ૧૦-૧૦ ટકા છે. કર્મચારીઓનું ન્યૂનતમ યોગદાન ૧૦ ટકા પર બની રહેશે. જ્યારે સરકારનું યોગદાન ૧૦ ટકાથી વધીને ૧૪ ટકા કરી દેવામાં આવેલ છે.
૬૦% એમાઉન્ટ ટ્રાન્સફરની મંજૂરીઃ
નાણાંમંત્રીએ કહ્યું કે, સરકારી કર્મચારી રિટાયરમેન્ટનાં સમયે કુલ પેન્શન ફંડનાં ૬૦ ટકા નીકાળી શકશે. બાકી ૪૦ ટકાનું રોકાણ નિશ્ચિત આવક ઉત્પાદકો અથવા શેર ઇક્વિટીમાં કરી શકાય છે. પહેલાં ૪૦ ટકા રકમ જ નિકાળવાની જાગવાઇ હતી. નાણાંમંત્રીએ કહ્યું કે, જો કર્મચારી સેવાનિવૃત્તિને સમયે NPSમાં જમા ધનનો કોઇ પણ ભાગ નિકાળવાનો નિર્ણય નથી કરતા અને ૧૦૦ ટકા પેન્શન યોજનામાં હસ્તાંતરિત કરે છે તો તેનું પેન્શન અંતિમ વેળાએ પ્રાપ્ત વેતનનાં ૫૦ ટકાથી વધારે થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY