ન્યુ દિલ્હી,તા.૨૫
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઓરિસ્સામાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરુઆત કરી છે. ભુવનેશ્વરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતુ કે આજે નાના વેપારીઓ મુશ્કેલીઓમા છે.લાખો કરોડો રુપિયાનુ ઉદ્યોગપતિઓનુ દેવુ માફ કરી દેવાય છે અને ખેડૂતોની મદદ કરવામાં આવતી નથી.વડાપ્રધાન મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે અને ૨૪ કલાકમાં ૪૫૦ નોકરીઓ પણ પેદા થતી નથી.જ્યારે ચીનમાં એક દિવસમાં ૫૩૦૦૦ નોકરીઓ પેદા થાય છે.અમે નરેન્દ્ર મોદી જેવા નથી કે બધુ જાણતા હોવાનો દેખાવ કરીએ.અમે લોકો સાથે વાત કરીને આગળ વધીએ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે આરએસએસ અને ભાજપે અત્યાર સુધી મને જે ગાળો આપી છે તેમાંથી હું ઘણું શિખ્યો છું.મને બહુ ફાયદો થયો છે.હું મોદીથી નફરત નથી કરતો પણ મારી અને તેમની વિચારધારા અલગ છે.હું તેમની સાતે લડતો રહીશ.
રાહુલે કહ્યું હતુ કે મોદી ભલે મારા રોલ મોડેલ નથી પણ તેમની ઘણી વાતો મને સારી લાગે છે.એ મારા વિરોધી હોવાનો મતલબ એ નથી કે હું તેમના વખાણ નહી કરું.
બીજેપી અને બીજેડીને એક જ જેવા ગણાવતા તેમણે કહ્યું કે, બન્ને જણાએ એક જ જેવું મોડલ ફોલો કર્યું- ગુજરાત માડલ- જે હેઠળ ઉદ્યોગપતિ મુખ્યમંત્રીના માર્કેટિંગ માટે પૈસા ચૂકવણી કરે છે અને તેના બદલામાં સરકારની નીતિઓમાં તેમની વાત માનવામાં આવે છે.
રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો કે કોંગ્રેસની પાસે જ્યારે સિસ્ટમ નહોતી અને સામાન્ય રીતે તેમની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવતી હતી, પરંતુ પાર્ટી હંમેશાં તમામ લોકો સાથે વાત કરવાની કોશિશ કરતી હતી, પછી તે પછાત હોય, દલિત હોય, મીડિલ ક્લાસ હોય કે ઉદ્યોગપતિ હોય.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ભારતમાં રોજગારનું સંકટ છે. સમસ્યા છે કે અહીં રોજગારી માટે નવી તક નથી મળી રહી. ચીન બધાંને પછાડી રહ્યું છે. ચીનમાં ઓટોમેશન રોજગાર ઊભી કરવાની સમસ્યા કેમ ન બની? જ્યારે હું માનસરોવર ગયો મને ત્યાં અનેક મંત્રીઓ મળ્યાં તેઓએ કહ્યું કે નવા રોજગાર ઊભા કરવામાં કોઈ જ સમસ્યા નથી. મુળ મુદ્દો એ છે કે જા તમે ઉત્પાદન કરી રહ્યાં છો અને ટેકનિક સાથે જોડાયેલાં છે તો કોઈ જ સમસ્યા નથી.”
પ્રિયંકા ગાંધી અંગે તેમણે કહ્યું હતુ કે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીનો નિર્ણય તો બહુ પહેલા જ લેવાઈ ગયો હતો.પણ પ્રિયંકા ઈચ્છતા હતા કે તેમના બાળકો થોડા મોટા થઈ જાય.૨૦૧૯માં લોકસભાની ચૂંટણી વિપક્ષ જીતશે.પીએમ મોદીએ ગીતાનુ બે થી ત્રણ વખત અધ્યયન કરવુ જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




