મોદીની લોકપ્રિયતાનો ફુગ્ગો ફૂટ્યો, લોકો તેમનાથી કંટાળી ગયાઃ સિદ્ધુ

0
8

ન્યુ દિલ્હી,તા.૧૧
ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસનાં નેતાઓ ગેલમાં આવી ગયા છે. કોંગ્રેસ નેતા નવજોત સિંઘ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાંકતા કહ્યું કે, નરેન્દ્ર મોદીનો ચાર્મ પુરો થઇ ગયો છે. તેમની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી છે અને લોકો તેમનાથી કંટાળી ગયા છે.”
આ તરફ, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ થયાને રાહુલ ગાંધીને એક વર્ષ પુરુ થયુ છે. અધ્યક્ષ તરીકે તેમનું એક વર્ષ પૂરું થવાના દિવસે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો તેમના માટે ખુશીના સમાચાર લઈને આવી.
કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા તે સમયે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. ભાજપ વિરોધી જુવાળ ઊભો કરવામાં રાહુલના માર્ગદર્શન હેઠળ ગુજરાત કોંગ્રેસ સફળ રહી હતી પરંતુ તેને સંપૂર્ણપણે વોટબેંકમાં પરિવર્તિત નહોતી કરી શકી. ભાજપે હારતા-હારતા જીત મેળવી. ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૮૧ બેઠકો મળી. આમ, અધ્યક્ષ બન્યાના થોડાક જ દિવસોમાં તેમને ગુજરાતની ગિફ્ટ મળતાં રહી ગઈ.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ૨૦૧૯ લોકસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ માનવામાં આવે છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને પહેલા જ બર્થડે પર મોટી ગિફ્ટ મળી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY