માલ્યા તરફથી લોન પતાવટનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો : એસબીઆઈ ચેરમેન

0
3

ન્યુ દિલ્હી,તા.૧૧
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારનું કહેવું છે કે વિજય માલ્યા તરફથી લોનની પતાવટ માટે કોઈ જ પ્રસ્તાવ મળ્યો નથી. એસબીઆઈએ વિજય માલ્યા પાસેથી રૂ. ૧૬૦૦ કરોડ લેવાના બાકી છે. નોંધનીય છે કે ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણની બ્રિટનની કોર્ટે મંજૂરી આપી દીધી છે. હવે મેજિસ્ટ્રેટના ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરવા માટે માલ્યા પાસે ૧૪ દિવસનો સમય છે.
વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારત છોડીને બ્રિટન જતો રહ્યો હતો. તેના પર આરોપ છે કે તેણે પોતાની કિંગફિશર એરલાઇન કંપની માટે બેંકો પાસેથી લોન લીધી હતી અને તેની ચૂકવણી કર્યા વગર જ વિદેશ ભાગી ગયો હતો. માલ્યા પાસેથી વિવિધ બેંકોએ આશરે રૂ. ૯ હજાર કરોડ લેવાના બાકી છે. કિંગફિશર એરલાઇન દેવાળું ફૂંક્્યા બાદ બંધ થઈ ગઈ છે.
માલ્યાએ યુકેની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતની જેલની હાલત બહું સારી નથી. માલ્યાને ભારત લાવવામાં સફળતા મળશે તો તેને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે. સુનાવણી દરમિયાન આ જેલને પણ મુદ્દો બનાવીને દલીલો કરવામાં આવી હતી.
બચાવ પક્ષે જેલની ખરાબ હાલતનો હવાલો આપીને માનવાધિકારનો આધાર આપી આ અંગે વિચારણા કરવાની અપીલ કરી હતી. જજે આ અંગે મુંબઈની આર્થર રોડ સ્થિત જેલનો વીડિયો મંગાવ્યો હતો.
૧૨મી સપ્ટેમ્બરના રોજ વિજય માલ્યાએ એક દાવો કરીને ભળભળાટ મચાવ્યો હતો. માલ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦૧૬માં ભારત છોડતા પહેલા તેણે નાણા મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. જાકે, નાણા મંત્રીએ માલ્યાના દાવાનો ફગાવી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY