પેકેટ ખોલીને આરોગવા બદલ ઝોમેટોએ કર્મચારી સામે લીધું આવું પગલું

0
7

ન્યુ દિલ્હી,તા.૧૧
જોમેટોના ડિલિવરી બોય પેકેટ ખોલીને તેમાંથી આરોગ્યા બાદ ફરીથી તેને બેગમાં રાખતા હોય તેવો વીડિયો વાયરલ થતાં આ કર્મચારીને નોકરીમાંથી છૂટ્ટી કરી દેવામાં આવી છે. અઢી મિનિટના આ વીડિયોને કોઈએ પોતાની છત પરથી શૂટ કર્યો છે. આજકાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફૂડ ડિલિવરી કંપની જામેટોએ પોતાના એક ડિલિવરી બોયને તેના કારનામાને કારણે નોકરીમાંથી રૂખસદ આપી દીધી. કંપનીના ફાઉન્ડર દીપિંદર ગોયલે એક બ્લોગમાં લખ્યું છે કે કંપનીએ તેને હટાવી દીધો છે. ગોયલે બ્લોગમાં લખ્યું છે કે અમે એ વ્યક્તિ સાથે લાંબી વાતચીત કરી અને તેને અમારા પ્લેટફોર્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જામેટોની નીતિ છે કે પેક્ડલંચ કે પેકેટમાં છેડછાડની ઘટનાને બિલકુલ સાંખી લેવામાં આવતી નથી.
તેમણે એમ પણ કહ્યું કે કંપની હવેથી નવી રીતે પેકિંગ કરશે. જેથી તેમાં કોઈ છેડ઼છાડનો અવકાશ જ ન રહે. કંપનીના ફાઉન્ડરે કહ્યું કે કંપનીની તપાસમાં એ જાણવા મળ્યું કે આ ઘટના મદુરાઈમાં બનવા પામી હતી.
તેમણે પોતાના એક બ્લોગમાં લખ્યું છે કે જામેટોના ટી-શર્ટમાં એક ડિલિવરી બોય પાસે જામેટોની બેગ છે. તે પેકેટ ખોલીને ખાઈ રહ્યો છે. પછી તેને પાછું બંધ કરીને ડિલિવરી બેગમાં મૂકી રહ્યો છે. આ વીડિયોથી એ જાણવા મળ્યું કે તે ડિલિવરી માટે જઈ રહ્યો હતો. તેણે ડિલિવરી કરવાના પેકેટમાંથી ખાધું. અમે આ ઘટનાને બહું જ ગંભીરતાથી લીધી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY