અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડઃ અન્ય બે દલાલ સક્સેના-દીપક તલવારને ભારત લવાયા

0
5

ન્યુ દિલ્હી,તા.૩૧
ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કેસમાં ક્રિશ્ચન મિશેલને ભારત લાવ્યા બાદ ભારતને તેના અન્ય બે દલાલોને પકડવામાં સફળતા મળી છે. ભારતીય એજન્સીઓએ દુબઇના એકાઉન્ટન્ટ રાજીવ સક્સેના અને દીપક તલવારને ભારત લાવવામાં સફળતા મળી છે. અધિકારીઓએ બુધવારના રોજ કહ્યું કે સક્સેનાને મોડી રાત્રે દિલ્હી લવાયા હતા. દુબઇના અધિકારીઓએ તેમને બુધવાર સવારે પકડયા હતા. સક્સેના અને તલવાર બંનેને હાલ ઇડીની કસ્ટડીમાં રખાયા છે.
સક્સેનાથી નાણાં સંશોધનના આરોપોમાં પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) અને સીબીઆઈ બંને પૂછપરછ કરી રહી છે. બંનેને સવારે ચાર વાગ્યે ઇડીની આૅફિસમાં લવાયા હતા. આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં યુએઇ સરકારે ૩૬૦૦ કરોડના વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના કથિત વચેટિયા અને મામલામાં સહ આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલનું પ્રત્યર્પણ કર્યું હતું. હાલ તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
ઇડીએ દુબઇમાં રહેતા સક્સેનાને આ કેસ માટે ઘણી વખત બોલાવ્યા હતા અને ૨૦૧૭માં ચેન્નાઇ એરપોર્ટથી તેમની પત્ની શિવાની સક્સેનાની ધરપકડ કરી હતી. જા કે તેઓ જામીન પર છૂટ્યા છે. ઇડીનો આરોપ છે કે સક્સેના, તેમની પત્ની અને દુબઇ સ્થિતિ તેમની બે ફર્મોએ મની લોન્ડરિંગ કર્યું છે. હવે સક્સેના અને તલવાર બંનેને પટિયાલા કોર્ટની સમક્ષ રજૂ કરાશે. સવારે અંદાજે ચાર વાગ્યે તેમને ઇડીની ઓફિસ લવાયા હતા.
ઇડીએ આ કેસમાં દાખલ આરોપપત્રમાં સક્સેનાનું નામ લખ્યું અને તેમના વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રજૂ કરાવ્યું હતું. ગત વર્ષે ૬ આૅક્ટોબરના રોજ દિલ્હીની એક કોર્ટે સક્સેનાની વિરૂદ્ધ બિનજામીનપત્ર વોરંટ રજૂ કર્યું હતું. હવે સીબીઆઈ અને ઇડી બંને એજન્સીઓ આરોપીઓની પૂછપરછ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY