કાળુનાણું પકડવા માટે સરકારે ૩.૩૮ લાખ બેહિસાબી કંપનીઓનું રજિસ્ટ્રેશન લાયસન્સ કેન્સલ કર્યુ
સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન ૧,૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડ્યુ
ન્યુ દિલ્હી,તા.૧
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અનુસ્થિતિમાં આ વખતે નાણામંત્રી પિયુષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે, બજેટમાં મધ્યમ વર્ગ અને કામદારો-નોકરીયાતોને લોભાવવાની કેટલીક જાહેરાતો કરવામાં આવી. સાથે સાથે નોટબંધી અને ઇન્કમ ટેક્સ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા હતા.
બજેટ રજૂ કરતાં નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધી દેશ માટે સારુ પગલુ સાબિત થયુ. નોટબંધી બાદ દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ.
ગોયલે કહ્યું કે, ગયા વર્ષે જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા, જેમાંથી ૯૯.૫૪ ટકા રિટર્ન ફાઇલ કરતાં જ કોઇપણ જાતનું ચેકિંગ કર્યા વિના જ સ્વીકૃત કરવામાં આવ્યા. ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યુ. હવે અધિકારીઓ અને કરદાતાઓ આમને સામને નહીં થાય. હવે ૨૪ કલાકમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રાસેસ થશે અને તરત જ રિફંડ આપવામાં આવશે.
પિયુષ ગોયલે ૨૦૧૯નું વચગાળાનું બજેટ રજૂ કરતાં કાળાનાણાંને લઇને મોટા ખુલાસા કર્યો હતો. પિયુષ ગોયલે કહ્યું કે, અમારી સરકારે કાળાનાણાંને પકડવામાં ખાસ અને મહત્વના પગલા ભર્યા.
ગોયલે કહ્યું કે, બ્લેકમનીને પકડવા માટે સરકારે ખાસ એક્શન લીધી અને તેના કારણે ૩.૩૮ લાખ બેહિસાબી કંપનીઓનું રજિસ્ટ્રેશન-લાયસન્સ કેન્સલ કર્યુ, બેહિસાબી કાયદા હેઠળ ૬,૯૦૦ કરોડ રૂપિયાની ઘરેલુ સંપતિ જપ્ત કરવામાં આવી, જ્યારે ૧,૬૦૦ કરોડ રૂપિયાની વિદેશી સંપતિ જપ્ત કરવામા આવી છે.
ગોયલે વધુમાં કહ્યું કે, સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન ૧,૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાણું પકડ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




