ચન્દ્રબાબુ નાયડૂ યૂ-ટર્ન મુખ્યમંત્રી : અમિત શાહ

0
5

ન્યુ દિલ્હી,તા.૪
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આંધ્ર પ્રદેશમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. શાહે મૈસનિક ટેંપલ ગ્રાઉંડમાં આયોજીત શક્તિ કેન્દ્ર પ્રમુખ સમ્મેલનને સંબોધ્યું હતું. અહીં તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ ચન્દ્રબાબુ નાયડૂ પર આકરા પ્રહારો કર્યાં હતાં. શાહે નાયડૂને યૂ-ટર્ન મુખ્યમંત્રી ગણાવ્યા હતાં.
અમિત શાહે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડૂએ રાજ્યના લોકોને ગેરમાર્ગે દોર્યા છે. જ્યારે ૨૦૦૪ સુધી અટલજીની સરકાર હતી તો તેઓ અમારી સાથે હતા, ૨૦૦૪માં જ્યારે કોંગ્રેસની સરકાર આવી તો તેની સાથે જોડાઈ ગયા. હવે તેઓ ફરી એકવાર એ કોંગ્રેસનું સમર્થન કરી રહ્યાં છે જેણે આંધ્ર પ્રદેશનું અપમાન કર્યું.
શાહે કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે,, ૨૦૧૯માં જ્યારે લોકસભાની ચૂંટણી પુરી થશે અને એનડીએ ફરી એકવાર સત્તામાં આવશે, ત્યારે ચન્દ્રબાબુ નાયડૂ ફરીથી એનડીએ સાથે જાડાવવાનો પ્રયાસ કરશે. એનડીએ સરકારે આંધ્ર પ્રદેશમાં વિકાસ માટે જે કામ કર્યું છે તે કોંગ્રેસના ૫૫ વર્ષના સાશનકાળ કરતા ૧૦ ઘણો વધારે છે.
શાહે એમ પણ કહ્યું હતું કે, ભાજપ સરકારે રાજ્યમાં ૨૦ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે જેમાં એમ્સ, આઈઆઈટી, આઈઆઈએમનો સમાવેશ થાય છે.
તેમણે ચન્દ્રબાબુ નાયડૂને પ્રશ્ન કર્યો હતો કે, હું તેમની માત્ર એક જ સવાલ પુછવા માંગુ છું કે, આખરે તમે એ એનડીએનો સાથ કેમ છોડ્યો જેણે આંધ્ર પ્રદેશના વિકાસ માટે ૫,૫૬,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા. તમે કોંગ્રેસનો હાથ કેમ પકડ્યો જેને આંધ્ર પ્રદેશના વિકાસ માટે માત્ર ૧,૧૭,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતાં. સાથે જ તેમણે ચન્દ્રબાબુને યૂ-ટર્ન મુખ્યમંત્રી ગણાવ્યા હતાં.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY