કુંભમેળા માટે ઉત્તર ભારતને જાડતી કુલ ૬ ટ્રેનમાં વધારાના કોચ જોડાયા
પ્રયાગરાજ,તા.૪
મૌની અમાસના દિવસે સોમવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ સ્થાન પર હજારો સાધુ-સંતો સહિત કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી રહ્યાં છે. ૧૫ જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભ મેળામાં મૌની અમાસ પર ત્રીજુ શાહી સ્નાન યોજવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ શાહી સ્નાન ૧૪ જાન્યુઆરી મકસ સંક્રાંતિ પર અને બીજુ સ્નાન ૨૧ જાન્યુઆરી પૌષ પૂનમ પર યોજાયું હતું.
સોમવાર સવારે ૬ઃ૧૫ વાગ્યાથી સંન્યાસી અખાડાના સાધુ-સંતો સહિત હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થાન પર ડુબકી લગાવવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા મહાનિર્વાણી અખાડાના સાધુ-સંતો સંગમ તટ પર પહોંચ્યા હતા. જ્યારે તેમની સાથે અટલ અખાડાના સાધુ-સંતો પણ સામેલ હતા. ત્યાર બાદ વૈરાગી અને ઉદાસીન અખાડાના સાધુ-સંતોના સ્નાન કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહિલાઓ અને બાળકો સંગમ સ્થાન પર સ્નાન કરવા માટે પગપાળા કુંભનગર પહોંચ્યા હતા. મુખ્ય તિથિઓના દિવસે સ્નાન કરવા માટે કોઇ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ‘મૌની અમાસ’ શાહી સ્નાન પહેલા કુંભમેળાની કડક સુરક્ષા કરવામાં આવી છે. સંપૂર્ણ વિસ્તાર ૧૦ ઝોન અને ૨૫ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે. જેની દેખરેખ એક એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એએસપી)ના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.
ઉત્તર ભારતને સાંકળતી ઉધના, વલસાડ અને બાંદ્રાથી ઉપડતી કુલ ૬ ટ્રેનોમાં વધારાના કોચ જાડાયા છે, પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા તેમજ કુંભમેળામાં શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે તે માટે આ છ ટ્રેનોમાં એસી અને સ્લીપર કોચ જાડાયા છે.
પાંચ ટ્રેનોમાં તા.૧ ફેબ્રુઆરીથી અમલ શરૂ કરી દેવાયો છે. વલસાડથી ઉપડતી ‘વલસાડ-હરિદ્વાર એક્સપ્રેસ (૧૨૯૧૧-૧૨)’માં તા. ૫ ફેબ્રુઆરીથી ૨ એસી અને ૩-એસીના એક એક કોચ જાડાશે.
અત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર ભારતને જાડતી છ ટ્રેનોમાં વધારાના કોચ જાડવામાં આવ્યાં છે.
બાંદ્રાથી ઊપડતી ‘ગોરખપુર અને મુઝફ્ફરપુર’ની બે ટ્રેનમાં ૩-એસીનો એક કોચ જાડવામાં આવ્યો છે, જ્યારે બાંદ્રાથી જ ઉપાડતી ગાજીપુર માટેની ટ્રેનમાં ૩-એસી અને એક સ્લીપરનો કોચ જાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉધનાથી ઉપડતી વારાણસી અને દાનાપુર માટેની બે ટ્રેનમાં બે એસી કોચ જાડી દેવામાં આવ્યાં છે. તા. ૫ ફેબ્રુઆરીથી ‘વલસાડ-હરિદ્વાર’ ટ્રેનમાં બે એસી કોચ જોડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



