પુજારાનું મજેદાર સ્લેજિંગઃ ‘આઉટ ન થયા તો વ્હીલચેર મંગાવીશું’

0
20

ન્યુ દિલ્હી,તા.૧૨
ટીમ ઈન્ડિયાનું ૨૦૧૮-૧૯ ઓસ્ટ્રેલિયા ટૂર ખૂબજ ખાસ રહ્યુ. આ ટૂરમાં ભારતીય ટીમે ટેસ્ટ અને વનડે સિરીઝમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે ટેસ્ટ સિરીઝની આ ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પુજારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને સિરીઝની ૪ મેચોમાં લગભગ ૭૫ની સરેરાશથી સૌથી વધુ ૫૨૧ રન બનાવ્યા હતા. જેમાં ૩ સેંચુરી સામેલ છે જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ(૨-૧) જીતી છે.
મિડલ ઓર્ડરના આ ધાકડ બેસ્ટમેન્ટે ઓસ્ટ્રેલિયામાં વિનિંગ મોમેંટને યાદ કરી એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ અમારી માટે એક ખાસ સિરીઝ રહી. ટીમના દરેક ખિલાડી માટે આ એક ખાસ જીત હતી. અમારી ટીમ સંપૂર્ણ રીતે યુવા ટીમ હતી. કોઈને પણ કોઈ પણ પ્રકારની ટેસ્ટ સિરીઝનો અનુભવ નહોંતો. અમે ત્યાં સિરીઝ જીત સાથે વર્લ્ડ નંબર વનના લેવલે યથાવત રહેવા માંગતા હતા અને એવું થયું પણ. આ સાથે પુજારાએ એડિલેડ મેચની સેંચુરીને તેમનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન બતાવ્યુ હતું.
ઓસ્ટ્રેલિયાના ટૂર પર સ્લેજિંગની પણ ઘણી ઘટનાઓ બની હતી. એક વાર એમ બન્યું કે પુજારાની બેટિંગની ત્રાસીને નાથન લિયોને કહ્યુ કે બેટિંગ કરીને બોર નથી થયા. આ વિશે જ્યારે પુજારાને પૂછવામાં આવ્યું તો તેમને કહ્યુ કે હાં મને આવી કોઈ અપેક્ષા નહોતી કે કોઈ આવું કહેશે. વધુ ઉમેરતા તેમને કહ્યુ કે,‘આ પહેલા પણ જ્યારે અમે ૨૦૧૭માં રાંચીમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા ત્યારે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખિલાડીએ મારી પાસે આવીને કહ્યુ કે, જો તમે આઉટ ન થયા તો અમે વ્હીલચેર મંગાવી લઈશું. એ સમય હું ૧૭૦થી વધુ રન બનાવીને રમી રહ્યો હતો. એ મારી માટે ઓસ્ટ્રેલિયાની સૌથી સારી અને સર્વશ્રેષ્ઠ સ્લેજિંગ હતી.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY