કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત કરીને થાક્યા,તેઓ સમજવા તૈયાર નથીઃ કેજરીવાલ

0
5

ન્યુ દિલ્હી,તા.૨૧
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે અમે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાની વાત કરી હતી પરંતુ તેઓ વાતને સમજતા જ નથી. અમે કોંગ્રેસની સાથે ગઠબંધનની વાત કરી-કરીને થાકી ગયા છીએ.
સીએમ કેજરીવાલે ચાંદની ચોકમાં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગઠબંધન માટે અમે કોંગ્રેસ સાથે વાત કરી-કરીને થાકી ગયા છીએ. પરંતુ કોંગ્રેસે અમારી સાથે ગઠબંધન કરવા તૈયાર નથી. કોંગ્રેસ દિલ્હી અને યુપીમાં ભાજપને જીતાવડવા માંગે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જા આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઇ જાય તો ભાજપ દિલ્હીની સાતેય બેઠક હારી જશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુસ્લિમ મતદારો આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી શકે છે. નોંધનીય છે કે, હાલમાં જ વિપક્ષી દળો વચ્ચે થયેલી બેઠકમાં મમતા બેનરજી, ચન્દ્રાબાબૂ નાયડૂ અને ફારૂક અબ્દુલ્લાએ પણ દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવાની સલાહ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY