ચંદા કોચરની મુશ્કેલીઓમાં વધારો,પતિ સહિત વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

0
8

ન્યુ દિલ્હી,તા.૨૨
ICICI બેંકના પુર્વ ચેરમેન ચંદા કોચર વિરૂદ્ધ સીબીઆઈએ લુકઆઉટ સર્કુલર જાહેર કર્યુ છે. સીબીઆઈની એફઆઈઆર બાદ હવે મની લોન્ડ્રિંગના આરોપ હેઠળ ચંદા કોચરની ઈડી પણ પૂછપરછ કરી શકે છે. ચંદા કોચર સિવાય તેમના પતિ દીપક કોચર, વીડિયોકોનના એમડી વેણુગોપાલ ધૂત વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરાયુ. ગત મહિને તપાસ એજન્સીએ વેણુગોપાલ ધૂત વિરૂદ્ધ ૧ હજાર ૮૭૫ કરોડની લોન મામલે એફઆઈઆર દાખલ કરી હતી.
તપાસ એજન્સીના સર્કુલર બહાર ચંદા કોચર, દીપક કોચર, અને વીડિયોકોનના વેણુગોપાલ ધૂત દેશ છોડીને નહીં જઈ શકે. સર્કુલરની તમામ માહિતી દેશના તમામ એરપોર્ટને આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડી આગામી દિવસોમાં ચંદા કોચરની પૂછપરછ કરી શકે છે. ઈડી દીપક કોચર અને વેણુગોપાલ ધુતની પણ પૂછપરછ કરી શકે છે.
મહત્વપૂર્ણ છે કે, ચંદા કોચર ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમણે પોતાના પતિ દીપક કોચર અને વીડિયોકોનના વેણુગોપાલ ધૂતને ફાયદો કરાવવા માટે કરોડો રૂપિયાની લોકન આપી હતી. જેથી તેમને બેંકમાંથી ચેરમેન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY