કચ્છ સ્વાઇન ફ્લૂના ભરડામાંઃ અત્યાર સુધી નવથી વધુ લોકોના મોત

0
15

પહેલી જાન્યુઆરી પછી ૧૩૧ કેસ પોઝીટીવ બહાર આવ્યા, ભુજમાં જ ૭૦ દર્દી
કચ્છ,તા.૨૨
કચ્છમાં ગત ચોમાસાથી સ્વાઇન ફલૂએ કમર કસી છે અને ડિસેમ્બર સુધીમાં ૧૮૨ કેસ સ્વાઇન ફ્લૂના નોંધાઇ ગયા બાદ જાન્યુઆરી અને ૨૦મી ફેબ્રુઆરી સુધીમાં બીજા ૧૩૧ કેસ કચ્છમાં પોઝીટીવ બહાર આવી ગયા છે. ખાસ કરીને ભુજ તાલુકામાં. કચ્છમાં જે ૧૩૧ કેસ બહાર આવ્યા છે તેમાંથી અડધાથી પણ વધુ એટલે કે ૭૦ કેસ તો માત્ર ભુજમાંથી બહાર આવ્યા છે. ભુજની મોટાભાગની હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના કેસથી ઉભરાઇ રહી છે. શહરેની ૫ હોસ્પિટલમાં જ આ વર્ષે ૯૨ દર્દી દાખલ થયા છે.
કચ્છમાં જે ૧૩૧ પોઝીટીવ કેસ ૨૦૧૯માં બહાર આવ્યા છે, તેમાંથી ૭૦ કેસ ભુજ તાલુકાના છે. ભુજ તાલુકામાં પણ ૧૬ કેસ ભુજ શહેરના છે. જ્યારે માધાપરના ૧૩ કેસ છે. માધાપરની જેમ પટેલ ચોવીસીના અનેક ગામોમાં આ રોગે પગપેસારો મજબૂત બનાવ્યો છે. મહિલાઓની સરખામણીએ પુરૂષો તેના વધુ સકંજામાં આવ્યા છે. ૬૧ ટકા પુરુષોની સરખામણીએ માત્ર ૩૯ ટકા મહિલાઓ જ આ રોગચાળાની ભોગ બની છે. તેવી જ રીતે એક વર્ષના ત્રણ બાળકથી લઇને ૮૫ વર્ષના વૃદ્ધ પણ તેનો શિકાર બન્યા છે. તો મુન્દ્રાના ત્રણ વર્ષના જાડીયા ભાઇ-બહેન પણ આ રોગચાળાની ઝપેટે ચડી ચૂકયા છે. આ રોગનું પ્રમાણ યુવાનોમાં ઓછું છે.
૨૦૧૯ના ૫૦ દિવસમાં જ કચ્છમાં સ્વાઇન ફ્લૂએ ૯નો ભોગ લઇ લીધો છે. જેમાં માધાપરના ૪, કોટડા જડોદરના ૧, સુરજપરના ૧, જંગીના ૧, માનકુવાના ૧ અને નાના કપાયાના ૧નો સમાવેશ થાય છે. મૃતકોની વય ૪૪થી લઇને ૭૦ વર્ષ સુધીનાની છે. મૃતકોમાં ૬ પુરુષ છે. જ્યારે ૩ મહિલા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY