ન્યુ દિલ્હી,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુંભમેળામાં વિદેશોથી ગંગાસ્નાન અને દર્શનનો લાભ લેવા પધારેલા લોકોને સંબોધિત કર્યા હતા. એક દાર્શનિકની અદાથી મોદીએ કુંભમેળાની ખાસિયતો વિશે પોતાની આગવી શૈલીમાં વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું કે યુરોપના એક આખા દેશની વસ્તી જેટલા લોકો તો એક જ દિવસમાં કુંભમેળામાં ગંગાસ્નાન માટે પહોંચી જાય છે, ખરેખર આવી વ્યવસ્થા અંગે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ કેસ સ્ટડી(દાખલારૂપ અભ્યાસ) કરી શકે છે. કુંભમેળામાં એવી તો અદભુત વ્યવસ્થા છે જેમાં બધાનો-સમાજના બધા વર્ગોનો સમાવેશ થાય છે, બધાને સંતોષ અને સૌ કોઇની સુખાકારીની વ્યવસ્થા આવા પુરાતન દિવ્ય કુંભમેળામાં જ જાવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે કુંભની મુલાકાતે જવાના છે. તેઓ બપોરના ૨.૩૦ વાગ્યાના અરસામા અરેલના ડીપીએસ ગ્રાઉન્ડમાં આવેલા હેલિપેડ ખાતે પહોંચશે. અહીથી તેઓ કારમાં સવાર થઈને ત્રિવેણી સંગમ પહોંચશે. કુંભમાં પીએમ મોદી ૩૦ મિનિટ સુધી સ્નાન અને બાદમાં તેઓ પૂજા અને આરતી પણ કરશે. પીએમ મોદી સીએમ યોગી આદિત્યનાથ સાથે કુંભ મેળાની સ્વસ્છતા ટીમ સાથે પણ મુલાકાત કરશે. ૩.૨૦ કલાકે તેઓ સંગમ સ્થળેથી રવાના થઈને ગંગા પંડાલમાં હાજરી આપશે.
યાત્રિકોને સંબોધતા મોદીએ જણાવ્યું કે,’કોઇ પણ આમંત્રણ કે ઔપચારિકતા વિના હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માં ગંગાના ચરણોમાં દેશ-વિદેશથી પહોંચી જાય છે કારણ કે આપને કુંભ હ્રદયથી ગમવા લાગે છે. તમને એ પણ ખબર છે કે આ પૂર્ણ કુંભ નથી પણ જ્યારે પૂર્ણ કુંભ મેળો લાગે ત્યારે આપ એની તાકાતનો અંદાઝ પણ લગાવી શકો છો. આ વિરાટ સમાગમનું આધ્યાત્મિ મહત્વ તો છે જ પણ એનું સામાજીક બદલાવ લાવવામાં પણ સિેહફાળો છે. ખરેખર તો આ એક પ્રાચીન કાળથી ચાલતી આવતી વિરાટ પંચાયત છે. દર ૧૨ વર્ષે આ વિરાટ પંચાયતમાં પુનર્વિચાર(રીવ્યુ) કરીને એ નક્કી કરવામાં આવે છે કે સમાજમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂરત છે ‘
કુંભમેળા અંગે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું કે દર ત્રણ વર્ષે કુંભમેળામાં સમાજની વ્યવસ્થાનો રિવ્યુ એટલે કે પુનર્વિચાર થાય છે. તમે એ પણ જાયુ હશે કે કુંભમેળામાં સર્વસામાન્ય લોકો માટે ભલાઇનો સંદેશો હતો. વિશ્વમાં ભારતનું પ્રવાસમાં એક આગવુ સ્થાન બની ગયુ છે કારણ કે દુનિયા વિશ્વ શાંતિની શોધમાં છે. જીવનની ભાગદોડમાં માણસ એના ખુદને માટે થોડોક સમય શાંતિનો વિતાવા ઇચ્છે છે. ધન-વૈભવ-સમૃદ્ધિ માણસને ચકાચૌંધ કરીને પ્રભાવિત તો કરે છે પણ એને પ્રેરણા નથી આપતી. ભૌતિક સમૃદ્ધિના અભાવમાં પણ અંતરમનને કેવી રીતે આનંદમાં રાખી શકાય છે એ આપે કુંભ મેળામાં અનુભવ કર્યો હશે. વધુમાં મોદીઓ કુંભમેળાના વિદેશી મુલાકાતીઓને જણાવ્યું કે આપ સૌ કોઇએ કુંભમેળાના કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું એ બદલ અમો આપના આભારી છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



