ન્યુ દિલ્હી,તા.૧
ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર ૨.૦૮ રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં ૪૨.૫૦ રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત ૩ મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી થઇ ગયો હતો.
આ વધારા બાદ દિલ્હીમાં ૧ માર્ચથી ૧૪.૨ કિલોગ્રામના સબસિડીવાળા રસોઇ ગેસ સિલેંડરની કિંમત ૪૯૫.૬૧ રૂપિયા થઇ થશે જે અત્યારે ૪૯૩.૫૩ રૂપિયા છે. તો બીજી તરફ સબસિડી વિનાના સિલિંડરની કિંમત ૭૦૧.૫૦ રૂપિયા થઇ જશે.
આ પહેલાં ૧ ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન ઓઇલે કહ્યુ હતું કે દિલ્હીમાં સબસિડીવાળા ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલેંડરની કિંમત ૪૯૩.૫૩ રૂપિયા હશે જે અત્યારે ૪૯૪.૯૯ રૂપિયા છે. આ પ્રકારે સબસિડી વિનાના ૧૪.૨ કિલોગ્રામના સિલેંડરની કિંમત પણ ૩૦ રૂપિયા ઘટીને હવે ૬૫૯ રૂપિયા પ્રતિ સિલેંડર કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



