સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદની પરિભાષા નક્કી કરવી જોઈએ : નાયડૂ

0
1

ન્યુ દિલ્હી,તા.૧
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રએ વિચાર-વિમર્શ કરી આતંકવાદની પરિભાષા નક્કી કરવી જાઈએ. અને ત્યારબાદ જ આતંકવાદી સમૂહોને અલગ-થલગ કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવી જાઈએ.
દુનિયાભરના લોકો અને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવો જાઈએ. બધાએ ભેગા મળીને એ લોકોના દુઃખ દર્દને સમજવુ જોઈએ, જે લોકો આતંકવાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અને તેને ખત્મ કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે જ હું કહી રહ્યો છું કે, સંયુક્ત રાષ્ટ્રએ નક્કી કરવુ જોઈએ કે, આતંકવાદની પરિભાષા શુ છે ?
ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, તેઓ વર્ષોથી આ અંગે ચર્ચા કરી રહ્યા છે, અને આતંકવાદી જૂથોને અલગ કરવા માટે કાર્યવાહી સાથે આગળ વધવું જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY