ન્યુ દિલ્હી,તા.૪
ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરને ઝારખંડના ગોડ્ડામાં ગરીબ આદિવાસીઓની સસ્તી ૪૨૫ હેકટર જમીન પર રૂ. ૧૪,૦૦૦ કરોડના અદાણી પાવર પ્લાન્ટને સરકારની મંજૂરી મળી ગઈ છે. આ પ્લાન્ટમાં જે વીજળી ઉત્પન્ન થશે તેનો લાભ ઝારખંડને મળશે નહીં અને બંગલાદેશને વીજ સપ્લાય કરાશે.
૮૦૦ મે. વાટના બે સુપર ક્રિટિકલ યુનિટ ઊભા કરાશે. આ પ્લાન્ટ ૨૦૨૨ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. બંગલાદેશને પાવર પહોંચાડવા અદાણી પાવરે સમજૂતી કરી લીધી છે. અદાણીની યોજનાને એસઈઝેડની માન્યતા અપાઈ છે તેથી તમામ કર રાહત મળશે. ઝારખંડના વિપક્ષોએ અદાણીની વીજળી રાજયને મળશે નહીં તે માટે વિરોધ નોંધાવ્યો છે. જેમની જમીન લેવામાં આવી છે તેમના પરિવારને આ પ્લાન્ટમાં નોકરી મળવી જાઈએ એવી માગણી કરી છે. તેઓને કંપનીના શેર પણ મળવા જોઈએ. પ્લાન્ટ નજીક શિક્ષણની વ્યવસ્થા પણ થવી જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



