ન્યુ દિલ્હી,તા.૧૦
ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના ૨૦ રાજ્યોના લગભગ ૯૧ જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન બેંકથી સંબંધિત કાર્યોને કરવા માટે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આની પાછળ મોટુ કારણ એ છે કે, શુક્રવાર ૧૨ એપ્રિલને મુકીને આગલા ૩ દિવસ સુધી બેંક બંધ રહેશે. જેમાં યુપી – બિહાર સહિત દેશના ૨૦ રાજ્યોના લગભગ ૯૧ જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનના લઈને ૧૧ એપ્રિલના બેંક બંધ રહેશે.
જ્યારે શુક્રવારે ૧૨ એપ્રિલનાં બેંક ખુલશે. જેના પછી એટલે કે, ૧૩ એપ્રિલ શનિવારેના રામનવમીને લીધે રજા રહેશે. જેના લીધે બેંક પણ બંધ રહેશે. તો આગલા દિવસે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે. તો બીજી તરફ બેંકથી જાડાયેલા સુત્રોનું માનીએ તો ૧૨ એપ્રિલ બેંક તો ખુલશે પણ કર્મચારીઓની કમીને લીધે ગ્રાહકોને લેવડ – દેવડ અને બેંક સંબંધી કાર્યોમાં પરેશાનીનો સામનો કરવો પડશે. આની પાછળ મોટું કારણ એ છે કે, ૧૧ એપ્રિલના ચૂંટણીના કામને લીધે કર્મચારીઓની ૧૨ એપ્રિલે ઉપસ્થિતિ ઓછી રહેશે.
લોકસભા ચૂંટણીને લઈને વધુ પડતા બેંક કર્મચારીની ચૂંટણી ડ્યુટી લગાવવામાં આવી છે. જે ૧૦ એપ્રિલની સવારથી જ પોતાની ટીમ સાથે બુથ માટે રવાના થઈ ગયા છે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ ૧૦ એપ્રિલના સરકારી બેંક માટે રજા જાહેર કરી છે. બેંક કર્માચારી ૧૧ એપ્રિલના મતદાન કરવામાં વ્યસ્ત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



