ન્યુ દિલ્હી,તા.૪
તાજેતરમાં જ એવિએશન ક્ષેત્રમાં એન્ટ્રી કરીને પોતાનાં બિઝનેસનો વ્યાપ વધારવા વાળી કંપની અદાણી એન્ટરપ્રાઈઝને ઝટકો લાગ્યો છે. જયપુર અને ઉદયપુરમાં સીએનજી અને નેચરલ ગેસ માટે અદાણી ગૃપનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. અદાણી ગૃપ લાયસન્સ માટે જરૂરી નિયમોનું પાલન કરતું નથી. થોડા દિવસો પહેલ જ અદાણી ગૃપને આગામી ૫૦ વર્ષ માટે દેશનાં મોટા શહેરોમાં ૬ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
રિટેલમાં પાઇપ દ્વારા અને ઘરે-ઘરે કુદરતી ગેસની સપ્લાય માટે અદાણી જૂથ દ્વારા અરજી આપવામાં આવી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રેગ્યુલેટરી બોર્ડે અદાણીનો પરવાનો રદ્દ કરતા જણાંવ્યું કે, કંપની દ્વારા કરાયેલી અરજીમાં જરૂરી નિતી-નિયમોનું પાલન કરાતું નથી. બોર્ડે કહ્યુ છે કે, અદાણી ગેસ ન્યુનતમ લાયકાતની શરતોને પૂરી કરે છે, પરંતુ બંને શહેરો (જયપુર-ઉદયપુર) માં શહેરી ગેસ વિતરણ (સીજીડી) નેટવર્કના વિસ્તરણની જરૂરિયાત અને રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




