મહાશિવરાત્રી પર્વ પર સુવર્ણ મઢિત શિવ પરિવારની સવારી નીકળી

0
12

વડોદરા,તા.૪
દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના પાવન દિવસે ૧૫ ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડિત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્યાતિભવ્ય રથમાં સવારી નીકળી હતી. બેન્ડ વાજા, ઢોલ-નગારા, ભજન મંડળીઓ, આદિવાસી નૃત્ય, શિવજીની આરાધના કરતા ભજનો, સ્તુતીઓ સાથે નીકળેલી સવારીમાં મોટી સંખ્યામાં જાડાયા હતા. પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શિવજી કી સવારીએ માર્ગો ઉપર અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું હતું. હર..હર.. મહાદેવ..અને બમ્‌..બમ્‌..ભોલેના નાદ અને ભારે આતશબાજીથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ભવ્યાતિભવ્ય નીકળેલી શિવજી કી સવારીથી સમગ્ર શહેર શિવમય બની ગયું હતું.
શિવજી કી સવારીમાં નાના બાળકો, યુવાનો શિવજી, પાર્વતી, રાધા-ક્રિષ્ણ, સોલ્જર, હનુમાનજી જેવા વિવિધ પોષાકોમાં ઉંટ ગાડી, બળદ ગાડા, ઘોડા ગાડીમાં સવાર થઇને જાડાયા હતા. આ સાથે કસરતના કરતબ બતાવતા અખાડાના યુવાનો, શહેરીજનોને સંદેશો આપતા વિવિધ ફ્લોટસ્‌, સવારીમાં આગવું આકર્ષણ બન્યા હતા. જેમાં ખાસ કરીને તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદમાં આશરો લઇ રહેલા આતંકવાદીઓ ઉપર કરેલી એર સ્ટ્રાઇકના ફ્લોટ્‌સે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY